(દિલીપ તનવાણી) જેતપુર તા.21
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમગ્ર ગુજરાત માં દસ લાખ પરીવાર ના 50 લાખ લાભાર્થી ઓ ને યોજના નો વધુ લાભ આપવા નો મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી એ પ્રારંભ કરાવ્યો છે એ સંદર્ભે જેતપુર તાલુકાના વધુ 1600 લાભાર્થી ઓ ને આ યોજના માં સમાવેશ થતાં જેતપુર લેઉવા પટેલ સમાજ વાડી ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ને મનસુખ ભાઈ ખાચરિયા એ અગ્રણીઓની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકેલ.આ પ્રસંગે જેતપુર માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન દિનેશભાઈ ભુવા એ તેનાં પ્રસંગિક પ્રવચન માં જણાવ્યું કે રાજ્ય સરકાર ની જાહેર અન્ન વિતરણ વ્યવસ્થા ખુબજ સરહનીય છે અને આ યોજના હેઠળ લાભાર્થી ને વધુ માં વધુ પરીવાર ને લાભ મળતો થાય તે માટે સરકાર દ્વારા નિર્ણયો લીધા છે એ ખુબજઆવકાર્ય અભિગમ છે.
આ ઉપરાંત ગામડા નાં ખેડૂતો ને પણ તેનાં પાક ઉત્પાદન નો પોષણક્ષમ ભાવ પ્રાપ્ત થાય તે ખેડૂતો નું સ્વપ્ન ફળીભૂત થયુ છે. આ રાજ્ય સરકાર ની ખેડુત લક્ષી નીતિ ને આભારી છે ..આ પ્રસંગે જેતપુર તાલુકાના વધુ લાભાર્થી ઓને રાશન કાર્ડ ઉપસ્થીત મહાનુભાવો હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને પ્રસંગે જીલ્લા પુરવઠા અધિકારી અને ડે કલેક્ટર પુજાબેન બાવળા એ સર્વ ને આવકરેલ હતા જયારે સર્વ શ્રી મનસુખભાઈ ખાચરીયા જીલ્લા ભાજપ પ્રમુખ . ગોરધનભાઈ ધામેલીયા ચેરમેન રાજકોટ ડેરી. જેન્તી ભાઈ રામોલિયા ડાઈઞ એસોસિએશન પ્રમુખ સુરેશ સખરેલિયા . રાજુ ઉશદડિયા. રમેશ જોગી. દિનકર ગુંદારિયા. વિપુલ સંચાણીયા. મામલતદાશ્રી વિજય કારીયા . મામલતદાર ગીનિયા. સહીતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.