ભાવનગરના બિલા ગામે દિપડો કૂવામાં પડ્યો

21 January 2021 10:51 AM
Bhavnagar
  • ભાવનગરના બિલા ગામે દિપડો કૂવામાં પડ્યો

ભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના બેલા ગામે વાડી વિસ્તારમાં આવેલ ભીખાભાઈ હસનભાઈ કુરેશીની વાડીના કૂવામાં દીપડો પડ્યો હતો. દીપડો પડતા વાડી માલિકે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફોરેસ્ટ ખાતું દોડી આવ્યું હતું અનેફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને દીપડાને પાંજરે પુરવામાં આવ્યો.1 કલાકના રેસ્ક્યુ બાદ દીપડાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. દીપડાનું રેસ્ક્યુ જોવા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટ્યા હતા.


Loading...
Advertisement