ધોરાજીના નેશનલ હાઇવેના સર્વીસ રોડ પર પડેલા ગાબડાના મુદે પીએમ કાર્યાલયમાં ફરિયાદ

21 January 2021 10:43 AM
Dhoraji
  • ધોરાજીના નેશનલ હાઇવેના સર્વીસ રોડ પર પડેલા ગાબડાના મુદે પીએમ કાર્યાલયમાં ફરિયાદ

મરામત કામગીરી કરવા એડવોકેટ પટેલે ઉઠાવેલી માંગણી

(સાગર, ભોલાભાઇ સોલંકી) ધોરાજી, તા.21
ધોરાજી પાસે નેશનલ હાઇવે 8-બીના સર્વિસ રોડ પર મોટા મોટા ગાબડાઓ પડી જવા છતાં તેનું રીપેરીંગ કામ નહીં થતાં આ મુદે યુવા એડવોકેટ કિરણકુમાર પટેલે પી.એમ. કાર્યાલયમાં ફરિયાદ કરી છે. આ અંગે યુવા એડવોકેટ કિરણકુમાર પટેલએ જણાવેલ છે કે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા લાખો રૂા.નો ટોલટેક્ષ વાહન ચાલકો પાસેથી વસુલવામાં આવેલ છે પરંતુ સર્વિસ રોડની સારી સુવિધા પુરી પાડવામાં આવતી નથી જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ધોરાજીના અતુલ મીલ પાસે શહેરમાં જવા અને આવવા માટે સર્વિસ રોડ પર ખાડાઓ પડી ગયેલ છે. આ અંગે પગલા લેવાની માંગ સાથે ધોરાજીના રેવન્યુ બાર એસો. પ્રમુખ કિરણભાઇ પટેલએ આ રજુઆત છે.


Loading...
Advertisement