ભાવનગર, તા.21
ભાવનગરમાં નરેન્દ્રભાઇ નરસીભાઇ પટેલ પી. શૈલેષ આંગડીયા પેઢીમાં ડીલીવરીમેન તરીકે નોકરી કરતા હોય ગત તા.13-4-13ના રોજ બપોરના સુમારે મોટર સાયકલ ચલાવી પાર્સલ લઇ, પાર્સલની કામગીરી પૂર્ણ કરી વિજયરાજનગરમાં આવેલ રૂા.3,50,000નું કેસનું આંગડીયુ લઇ સાથે ત્રણ પાર્સલ સોહમમાંથી લઇ પોતાની પાસેના થેલામાં રાખી રામમંત્ર મંદિર, ડાયમંડનગરમાં આશરે 4 વાગ્યાના સુમારે મારૂતી કોમ્પ્લેક્ષમાં ભોંયતળીયે ચાલીને જતા હતા, સુરેશ ઉર્ફે સુરો જીવાભાઇ શેલાણા નામનો શખ્સ તથા અન્ય એક સગીરે મોટર સાયકલ પર આવી ફરિયાદી નરેન્દ્રભાઇ પટેલ પાસેનો થેલો ઝુટવવાની કૌશિષ કરતા નરેન્દ્રભાઇએ થેલો આપેલ નહીં જેથી આરોપી સુરેશ ઉર્ફે સુરાએ છરી કાઢી ફરિયાદી નરેન્દ્રભાઇના ડાબા હાથે બાવડાના ભાગે એક ઘા મારી ઇજા પહોંચાડી તથા અન્યની પાછળ બેઠેલા આરોપીઓ ફરિયાદીને બાઇક ઉપરથી પછાડી દીધેલ અને નરેન્દ્રભાઇ પટેલનો કેસ (રોકડ) તથા ડાયમંડ પાર્સલ ભરેલો થેલો ઝુંટવી લુંટ કરી નરેન્દ્રભાઇને ઇજા પહોંચાડી નાસી ગયાની સ્થાનિક ફરિયાદ નોંધાવતા આરોપી સુરેશ ઉર્ફે સુરો શેલાણા સામે ગુનો નોંધાયો હતો.
આ અંગેનો કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે શંકાનો લાભ આપી છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરના પ્રિ.ડી. એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીએ આ કેસના ચુકાદામાં સુપ્રિમ કોર્ટના જાહેર થયેલ ચુકાદાની ગાઇડ લાઇન મુજબ નબળી તપાસ હોય ત્યારે એસ.પી.ને યોગ્ય કરવા માટે આ હુકમની કોપી મોકલવામાં આવેલ છે અને આ ચુકાદામાં નોંધ કરી લખેલ કે આ કેસમાં તપાસ કરનાર અધિકારીઓએ કરેલ સમગ્ર કાર્યવાહી શંકાસ્પદ જણાતી હોય, પોલીસને આ હકીકત ધ્યાન પર આવે તે આ તબકકે લાવવી જરૂરી હોય તેથી આ જજમેન્ટની એક નકલ
ભાવનગર જીલ્લા પોલીસ વડાને મોકલવાનો અને તેની તપાસ કરવાનો આદેશ કરેલ છે.