રાજકોટ, તા.21
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના વેક્સિનના બીજા તબકકાના રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ સહિત છ જિલ્લાને વધુ 62 હજાર ડોઝ સરકારે ફાળવતા આ ડોઝ જિલ્લાવાઇઝ પહોંચી રહ્યો છે. તેવા સમયે કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 110 પોઝિટીવ કેસ સામે 148 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.ચાલું જાન્યુઆરીના પ્રારંભીક દિવસોથી કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાતા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. બીજી તરફ વેક્સિન રસીકરણ કાર્યક્રમ તબકકા વાઇઝ આગળ ધપી રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ 53 શહેર 12 ગ્રામ્ય કુલ 65, ભાવનગર 10 શહેર 2 ગ્રામ્ય કુલ 12, જુનાગઢ 7 શહેર 4, ગ્રામ્ય કુલ 11, જામનગર 4-શહેર 4-ગ્રામ્ય કુલ 8, ગીર સોમનાથ-7, જુનાગઢ-4, દ્વારકા, મોરબી-3-3, અમરેલી-2, બોટાદ-સુરેન્દ્રનગર 1-1 સહિત 117 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે દર્દીઓ ડિસ્ચાર્જ થવાની સંખ્યા જોતા રાજકોટ-78, ભાવનગર-3, જુનાગઢ-16, જામનગર-17, ગીર સોમનાથ-6, જુનાગઢ-5, દ્વારકા-3, મોરબી-7, અમરેલી-બોટાદ 2-2, સુરેન્દ્રનગર 5 અને પોરબંદર-4 મળી કુલ 148 દર્દીઓ સ્વસ્થ થયા છે.રાજકોટ-જામનગર 1-1 દર્દીનું મોત નોંધાયું છે.કચ્છમાં નવા 14 પોઝીટીવ કેસ સામે 23 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જુનાગઢ સિવાયના અન્ય જિલ્લાઓમાં સીંગલ આંકમાં કેસ નોંધાયા છે. પોરબંદરમાં એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર 96.07 ટકા નોંધાયે છે. રાજયમાં 490 પોઝીટીવ કેસ સામે 707 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં સતત પાંચમાં દિવસે રાહત સાથે 100ની અંદર આંક રહ્યો છે. ખાનગી-સરકારી હોસ્પીટલના કોવિડ સેન્ટરોમાં બેડ ખાલી થવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેર-53 ગ્રામ્ય-12 મળી કુલ 65 પોઝીટીવ કેસ સામે 78 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાનો કુલ આંક 21480 નોંધાયો છે. હાલ 390 શહેર 179 ગ્રામ્ય મળી 569 દર્દીઓ સારવાર હેઠળ છે. 1 દર્દીનું મોત નોંધાયું છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં આજરોજ 12 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 6.011 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 6 પુરૂષ અને 4 સ્ત્રી મળી કુલ 10 કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં જેસર તાલુકાના બેડા ગામ ખાતે 1 અને ઘોઘા ખાતે 1 કેસ મળી કુલ 2 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગર પાલિકાના 3 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 4 કોરોના પોઝીટીવ દર્દી કોરોના મુક્ત થતા તેને હોસ્પીટલમાંથી રજા અપાઇ છે. જિલ્લામાં નોંધાયેલા 6,011 કેસ પૈકી હાલ 30 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,905 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓનું અવસાન થયેલ છે.
જામનગર
જામનગર જિલ્લામાં વધુ નવા 8 પોઝીટીવ કેસ સામે 17 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે 1 દર્દીનું મોત થયું હતું.
જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં 11 પોઝીટીવ કેસમાં 7 શહેર, 1-1 કેશોદ, માણાવદર, માંગરોળ કેસ નોંધાયો છે, 16 દર્દીઓ સાજા થયા છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં માત્ર 2 પોઝીટીવ કેસ નોંધાયા છે, સાથે જિલ્લાનો પોઝીટીવ આંક 3778 નોંધાયો છે. હાલ 32 દર્દીઓ સારવાર હેઠળ છે.
દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે બુધવારે ખંભાળીયા અને ભાણવડ તાલુકાનો એક-એક કોરોના પોઝીટીવ દર્દી નોંધાયો છે જ્યારે સતત ચોથા દિવસે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. જિલ્લામાં હાલ 29 દર્દીઓ સારવાર હેઠળ છે.
જુનાગઢ જિલ્લામાં શાળા-કોલેજ 7 દિવસ બંધ રાખવા એનએસયુઆઇની માંગ
જૂનાગઢ, તા.21જૂનાગઢ કે જીલ્લામાં કોઇપણ શાળા-કોલેજમાં કોરોના પોઝીટીવ કેસ આવે તો 7 દિવસ માટે બંધ કરવાની એનએસયુઆઇને માંગ કરી છે અને જો બંધ નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે એનએસયુઆઇ સભ્યોએ જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે કેશોદની કે.કે. વણપરીયા વિનય મંદિરમાં 11 વિદ્યાર્થીનીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે ત્યારે આ શાળા 7 દિવસ માટે બંધ કરવામાં આવી. જીલ્લામાં કોઇ શાળા-કોલેજમાં કોરોના પોઝીટીવ આવે તો તેને 7 દિવસ માટે બંધ કરવામાં આવે, જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો એનએસયુઆઇ દ્વારા આવી શાળા-કોલેજોમાં તાળાબંધી કરવાની ઉગ્ર માંગણી સાથે માંગ કરી છે.