ડોનાલ્ડ ટ્રમ્પ બેબી બલૂન બ્લિમ્પ લંડનના મ્યુઝિયમમાં સ્થાન પામશે

21 January 2021 10:32 AM
Off-beat
  • ડોનાલ્ડ ટ્રમ્પ બેબી બલૂન બ્લિમ્પ લંડનના મ્યુઝિયમમાં સ્થાન પામશે

અમેરિકી પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બાળક તરીકે દર્શાવતુ એક નારંગી રંગનું બલુન લંડનના એક મ્યુઝીયમમાં મુકવામાં આવ્યું છે. હિલિયમથી ભરેલા આ બ્લિમ્પની ખરીદી માટે ક્રાઉડફન્ડિંગ દ્વારા ભંડોળ ઉભુ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ આ બ્લિમ્પ ર018માં ડોનાલ્ડ ટ્રમ્પની લંડન મુલાકાતનો વિરોધ પ્રદર્શિત કરવા લંડનના આકાશમાં ઉડતુ જોવાયુ હતું. ત્યારથી આ બ્લિમ્પ આર્જેન્ટિના, ફ્રાન્સ, આયરલેન્ડ અને ડેન્માર્ક જેવા અનેક દેશોના આકાશમાં જોવા મળ્યું હતું. એના બનાવનારાઓ આ બ્લિમ્પ લંડનના મ્યુઝીયમને દાન કર્યુ હતું. પોતાનો વિરોધ વ્યકત કરવા આ ગ્રુપે નાના કદના ડોનાલ્ડ ટ્રમ્પના બ્લિમ્પ તૈયાર કર્યા હતા. વિશ્ર્વનો પ્રવાસ કર્યા બાદ આ ટ્રમ્પ બેબી બ્લિમ્પને લંડનના મ્યુઝીયમમાં રાખવામાં આવશે. આ બ્લિમ્પ મહિલા મતાધિકારના આંદોલન, ઇરાક સામેના યુદ્ધના વિરોધમાં તેમ જ અન્ય વિરોધને પ્રદર્શિત કરતી કલાકૃતિઓ સાથે મ્યુઝીયમના વિરોધ સંગ્રહમાં સ્થાન પામશે.


Related News

Loading...
Advertisement