ઉંટ વૈદુ આને કહેવાય: લોહીમાં મશરૂમ ઇન્જેક્ટ કરી દીધા

21 January 2021 10:31 AM
Off-beat
  • ઉંટ વૈદુ આને કહેવાય: લોહીમાં મશરૂમ ઇન્જેક્ટ કરી દીધા

જર્નલ ઓફ એકેડેમી ઓફકન્ધલ્ટેશન-લાયેઝાં સાઇકિયાટ્રીમાં એક રસપ્રદ લેખ પ્રકાશિત થયો છે. બાઇપોલાર સાઇકોલોજિકલ ડિસીઝડિપ્રેશન ધરાવતા એક ભાઇએ (નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.) દવાઓ લેવાનું બંધ કર્યું છે. એ ભાઇ પોતાની બીમારીનો ઉપચાર જાતે કરવાના ઉદેશથી મશરૂમ્સની 200 પ્રજાતિઓમાં મળતા, સાઇકેડેલિક સબ સ્ટન્સ સિલોસિબિનની થેરાપ્યુટિક ઇફેકટ્સ એટલે કે બીમારી મટાડવાની ક્ષમતા જાણવાના પ્રયોગો કરતા હતા. પરંતુ ઉંટવૈદુ કરવામાં તેમની તબિયતને ઘણું નુકસાન થયું.


એ ભાઇએ સાઇકેડેલિક સબસ્ટન્સ માટે ચોક્કસ પ્રકારનાં મશરૂમ્સનો ઉકાળો બનાવ્યો. એ ઉકાળાને રૂ વડે ગાળીને જે પ્રવાહી બચ્યું એ ઇન્જેકશન વડે સીધું રક્તવાહિનીમાં વહેતું કર્યું. બે દિવસ પછી તેમને ઉબકા આવવા માંડયા. કમળો અને ઝાડા-ઉલટી સાથે તબિયત લથડવા માંડી. તેમને હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં વેન્ટિલેટર પર બાવીસ દિવસ રાખવા પડયા. જાણે મશરૂમ્સ તેમના રૂંવે-રૂંવે ઉગી નીકળ્યાં.
જર્નલના લેખમાં એ ઘટના વર્ણવીને લોકોને ચેતવણી આપવામાં આવી છે. પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ લેવા અને ઉટવૈદું કરવા સામે લાલબત્તી ધરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement