લંડન : શંકાશીલ દિમાગ ધરાવતા માણસો ઘણાં અનિચ્છનીય તથા અનપેક્ષીત કામ કરતાં હોય છે. સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક પર ચર્ચાનો વિષય બનેલા એક 12 સેક્ધડના વિડીયોમાં પાળેલા કુતરાને લંગડાતા ચાલતો બતાવવામાં આવ્યો છે. એવા બીજા વિડીયોમાં કૂતરો માલિકની ચાલવાની રીત નિહાળતો હતો. એ વિડીયો વાઇરલ થયો છે. હકિકતમાં રસેલ જોન્સ નામના એક બ્રિટીશ ભાઇ પગમાં પ્રોબ્લેમ હોવાને કારણે પ્લાસ્ટર બાંધીને કાંખઘોડી લઇને ચાલે છે. તેમનો પાળેલો કૂતરો પણ લંગડાતો ચાલતો હોવાથી તેમને શંકા પડી કે એ પોતાની નકલ તો કરતો નથીને? તેમણે વાસ્તવિકતા જાણવા વેટરનરી ડોકટરને ક્ધસલ્ટ કર્યા બાદ એકસ-રે સહિતની ટેસ્ટ કરાવી. એ કાર્યવાહીમાં 300 પાઉન્ડ (અંદાજે 30,000) રૂપિયા જેટલો ખર્ચ કર્યો. જો કે ટેસ્ટમાં ખર્ચ કર્યા પછી તેમને એવુ જાણવા મળ્યું હતું કે પાળેલો ડોગી નકલ કરતો નથી અને મશ્કરી પણ કરતો નથી. એ માલિક પ્રત્યે સહાનુભુતિ અને પ્રેમ વ્યકત કરે છે.