જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં પ્રવાસ યોજાયો

21 January 2021 09:49 AM
Jasdan
  • જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં પ્રવાસ યોજાયો

(ધર્મેશ કલ્યાણી)
જસદણ, તા. 21
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા વોટરશેડ પ્રોજેક્ટ અંતર્ગત પ્રેરણા પ્રવાસ યોજાયો હતો.જસદણ-વિછીયા બ્લોકમાં પાણીની સમસ્યાને વિજ્ઞાન-આયોજન અને લોકભાગીદારી દ્વારા, લાંબાગાળા માટે, વોટરશેડ પ્રોજેક્ટ દ્વારા સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. નાબાર્ડ એજન્સીના આર્થિક સહયોગથી અને રિલાયન્સ ફાઉન્ડેશન ના સીએસઆર થકી વોટરશેડ પ્રોજેક્ટમાં છેલ્લા એક વર્ષથી પાણી રોકવાના અને રીચાર્જ કરવાના તથા પાણી વ્યવસ્થાના કાર્યક્રમ ચાલુ છે.


આ અંતર્ગત લોકો વિશેષ સ્થળની મુલાકાત લઇ અને વિશેષ માર્ગદર્શન પ્રેરણા મળે તે માટે ભારત ના રોલ મોડેલ વિલેજ રાલેગણ સિદ્ધી ,હિવરે બજાર ,અને વોટર સંસ્થાની મુલાકાત માટે પ્રેરણા પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ અંતર્ગત સોમલપર ,ફૂલઝર,નાની લાખાવડ ,પોલારપર ,હડમતીયા ગામનો સમાવેશ થાય છે. આ પ્રેરણા પ્રવાસમાં પાંચ ગામના વિલેજ વોટરશેડ કમિટીના સભ્યો, મહિલાઓ, સરપંચોએ ભાગ લીધો હતો પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના રીટાબેન વોરા, નીતિન અગ્રાવત,શૈલેશ બેરાણી અરજણ સાકરિયાએ પ્રવાસ ને સફળ બનાવવા માટે જહેમત ઉપાડી હતી.


Loading...
Advertisement