ધોરડો ખાતે કેન્દ્રીય મંત્રી માંડવિયાની અધ્યક્ષતામાં ચિંતન શિબિર યોજાશે

21 January 2021 12:08 AM
kutch Gujarat India
  • ધોરડો ખાતે કેન્દ્રીય મંત્રી માંડવિયાની અધ્યક્ષતામાં ચિંતન શિબિર યોજાશે

બેઠકમાં PM મોદીના ચાવીરૂપ મંત્ર રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ સાથે આત્મનિર્ભર ભારતની દૂરંદેશીતા પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ પહેલ થશે : કેન્દ્રીય મંત્રી

રાજકોટ:
કચ્છના ધોરડો ખાતે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આવતીકાલે તા.21થી 23 જાન્યુઆરી દરમિયાન ત્રિ-દિવસીય ચિંતન બેઠક યોજાશે. બેઠકમાં ભારતના તમામ મુખ્ય બંદરોના ચેરપર્સન અને મંત્રલાયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને મેરિટાઇમ વિઝન-2030 માટે આગામી રૂપરેખાને અંતિમ રૂપ આપવા ચર્ચા પરિષદમાં ભાગ લેશે.

કેન્દ્રીય રાજયમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ અંગે વડાપ્રધાનના આત્મનિર્ભરત ભારતની દૂરંદેશીતા પૂર્ણ કરવા માટે ભારતના સમુદ્ર ક્ષેત્ર સંબંધિત આગામી દાયકાની રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટે આ ચિંતન બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ થશે. આ ચિંતન બેઠકમાં રો-રો અને રો-પેક્સ ફેરી તેમજ સી-પ્લેન સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં શરૂ કરવા માટે નવા રૂટ ખોલવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ શહેરી પરિવહનના નવા માર્ગોનું અન્વેષણ, એસએઆરઓડી - બંદરોનો અસરકારક અમલ, આંતરરાષ્ટ્રીય લવાદ વગેરે સંબંધિત સત્રો સમાવી લેવામાં આવ્યા છે. તમામ મુખ્ય બંદરો દ્વારા સેટેલાઇટ પોર્ટ્સ (એકલ બંદરો)ના વિકાસની ભાવિ યોજના અંગે પણ અહીં ચર્ચા કરવામાં આવશે અને જથ્થામાં વધારો કરવા માટે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માલની હેરફેરમાં વધારો કરવા માટેના માર્ગો અને રીતો પર ચર્ચા થશે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, આ ચિંતન બેઠકનું આયોજન કરવાનો મૂળ ઉદ્દેશ આપણા બંદરોની કામગીરી અને કાર્યદક્ષતામાં સુધારો કરવા માટે નવતર વિચારો બહાર લાવવાનો અને માલસામાનની હેરફેરમાં ઘટાડો કરવા, કનેક્ટિવિટી વધારવા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે આંતરરાષ્ટ્રીય આધારચિહ્નો અપનાવીને બંદરો પર વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉભી કરવા પર ધ્યાન આપવાનો છે. ચર્ચામાં બહાર આવતા તમામ નવતર વિચારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાવીરૂપ મંત્ર રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ સાથે આત્મનિર્ભર ભારતની તેમની દૂરંદેશીતાને પૂર્ણ કરવા માટે મેરિટાઇમ વિઝન 2030ને અનુરૂપ રહેશે.


Related News

Loading...
Advertisement