રાજકોટ, તા.20
ગુજરાતમાં કોરોના સંક્રમણનું ઝડપથી ઘટી રહ્યું છે. દિનપ્રતિદિન નોંધાતા નવા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે 700થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 96.07 ટકા નોંધાયો છે. રાહતની વાત એ છે કે, એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 5,748 થઈ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ નવા 490 કેસ નોંધાયા છે અને 2 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 707 દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં 2,47,223 લોકોએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કુલ 51 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 5,697 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4371 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,57,342 પર પહોંચ્યો છે.
જિલ્લામાં મુજબ નોંધાયેલા કેસો
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 105, સુરત 98, વડોદરા 94, રાજકોટ 65, કચ્છ-ગાંધીનગર 14, ભાવનગર 12, જુનાગઢ 11, મહેસાણા 10, જામનગર 8, દાહોદ-ગીર સોમનાથ 7, સાબરકાંઠા 6, ભરૂચ-ખેડા 5, આણંદ 4, દેવભૂમિ દ્વારકા- મોરબી - પંચમહાલ - પાટણ 3, અમરેલી - બનાસકાંઠા - મહિસાગર - નર્મદા 2, અરવલ્લી - બોટાદ - નવસારી-સુરેન્દ્રનગર-વલસાડ 1.