ગુજરાતમાં ડ્રગનો બિઝનેસ વધી રહ્યો છે તેના પુરાવામાં શાહીબાગમાંથી સુલતાન શેખ નામના વ્યકિતની ગુજરાત એટીએસે રૂા. પાંચ કરોડના ડ્રગ સાથે ધરપકડ કરી છે. મેથાફ્રેટામાઇન નામનું આ ડ્રગ આરોપી મુંબઇથી લઇ આવ્યો હતો તે અમદાવાદમાં સપ્લાય કરવાનું હતું બાતમીના આધારે એટીએસે તેને દબોચી લીધો હતો અને હવે અમદાવાદમાં મોટું ડ્રગ કાંડ ખુલે તેવી શકયતા નકારાતી નથી.