ભારત અને દુનિયામાં લોકપ્રિય થયેલી પબજી ગેઈમમાં પણ હવે મોબાઈલ મારફત ચીટીંગ થઈ રહ્યું છે અને પબજીએ જાહેર કર્યુ છે કે ચીટીંગમાં સંડોવાયેલા 12.17 લાખ એકાઉન્ટ તેણે હાલ સસ્પેન્ડ કર્યા છે અને ચકાસણી બાદ જેની સંડોવણી હશે તેને કાયમ માટે સસ્પેન્ડ કરાશે. આ એકાઉન્ટ હોલ્ડરે એકસરે વિઝનનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે તેઓ ગેઈમમાં વધુ નિશ્ચિત બની શકતા હતા.