બજેટમાં એલટીસીજીમાં છૂટ અને લાભાંશની સ્પષ્ટતા થવી જરૂરી

20 January 2021 06:05 PM
Business
  • બજેટમાં એલટીસીજીમાં છૂટ અને લાભાંશની સ્પષ્ટતા થવી જરૂરી

નાણામંત્રીએ આગામી બજેટને અભૂતપૂર્વ હોવાની જાહેરાતને પગલે નિષ્ણાંતોની અપેક્ષા

નવી દિલ્હી તા.20
કોરોના સંકટને જોતા આ વખતે બજેટમાં કરદાતા અને વિશેષજ્ઞો કંઈક વધારે આશા રાખી રહ્યા છે, ખાસ કરીને એલટીજીસીમાં છુટ અને લાભાંશમાં સ્પષ્ટતાની આશા રાખી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારામને પણ સંકેત આપ્યો હતો કે આ વખતનું બજેટ અભૂતપૂર્વ હશે. આ પરિસ્થિતિમાં વિશેષજ્ઞો શેર મ્યુચ્યુઅલ ફંડ પર લાગતા લાંબા સમયગાળાના મૂડીગત લાભ કર (એલટીસીજી) હટાવવાનું સૂચન કરી રહ્યા છે. વિશેષજ્ઞો અનુસાર બજેટમાં એલટીસીજી છૂટ સહિત લાભાંશ પર પણ સ્પષ્ટતા હોવી જોઈએ. કર વિશેષજ્ઞ અંકીત સેહરાએ જણાવ્યું હતું કે આશા છે કે આ વખતે સરકાર લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ સેવિંગ્સ વચ્ચે સ્પષ્ટ અંતર અપનાવશે. કારણ કે લોંગ ટર્મ સેવિંગ્સને પ્રોત્સાહન આપવા માટે ટેકસ પોલીસમાં મોટું પ્રોત્સાહન નથી.

શું છે એલટીસીજી?
એલટીસીજીને લાંબા સમયગાળાનાં મૂડીગત લાભ કહેવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા પર એક નિશ્ચીત સમય બાદ વેચવા પર જે નફો મળે છે અને તેના પર જે કર લાગે છે તેને એલટીસીજી કહેવાય છે. તેના આકલન (સમીક્ષા)નો સમયગાળો રોકાણ પ્રોડકટ અનુસાર અલગ અલગ હોય છે.


Related News

Loading...
Advertisement