સાબરમતી રિવરફ્રન્ટમાં સહેલાણીઓ માટે 60 સીટર ક્રુઝ શરૂ

20 January 2021 05:58 PM
Ahmedabad Gujarat
  • સાબરમતી રિવરફ્રન્ટમાં સહેલાણીઓ માટે 60 સીટર ક્રુઝ શરૂ
  • સાબરમતી રિવરફ્રન્ટમાં સહેલાણીઓ માટે 60 સીટર ક્રુઝ શરૂ
  • સાબરમતી રિવરફ્રન્ટમાં સહેલાણીઓ માટે 60 સીટર ક્રુઝ શરૂ

અમદાવાદમાં સી-પ્લેન, બોટીંગ બાદ વધુ એક નવલુ નજરાણુ : ક્રુઝમાં અમદાવાદ હેરીટેજ સીટીને લગતા વિડીયો નીહાળવા સિનેમા ગૃહ જેવો અનુભવ : ટીકીટ દીઠ 20 મીનીટની સવારી : દર અડધી કલાકે ક્રુઝ વલ્લભ સદનથી એલીસ બ્રીઝની ફેરી સર્વિસ : હાલ ટીકીટનો દર રૂા.200 : ઓનલાઇન બુકીંગની સુવિધા

અમદાવાદ તા.20
અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટમાં સી-પ્લેન બાદ બોટીંગ અને વોટર સ્પોર્ટસની શરૂઆત બાદ આજે રીવર ક્રુઝની શરૂઆત થતા રીવર ફ્રન્ટમાં નવા નજરાણાનો ઉમેરો થયો છે. સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ઇસીએચટી દ્વારા આજરોજ શરૂ કરવામાં ક્રુઝ સર્વિસને પ્રથમ દિવસે જ સહેલાણીઓએ પ્રતિસાદ આપ્યો છે. આ ક્રુઝ નોર્વે ડેનમાર્ક હેરીટેજથી મંગાવવામાં આવેલ છે. ક્રુઝની સહેલગાહ માટે પ્રારંભીક તબક્કે રૂા.200 ટીકીટ દર રાખવામાં આવ્યો છે. આ ક્રુઝમાં બેસી લોકો 20 મીનીટ સુધી નદીનો નયનરમ્ય નજારો માણી શકશે સાથે 60 સીટના ક્રુઝમાં એસીની સુવિધા છે. જેમાં અમદાવાદ હેરીટેજ સીટીને લગતા વિડીયો નિહાળતા લોકોને સિનેમા ગૃહમાં બેઠા હોવાનો અનુભવ થશે. આ ક્રુઝ દર અડધી કલાકે વલ્લભ સદન બોડીંગ સ્ટેશનથી ઉપડશે. આ ક્રુઝ વલ્લભ સદનથી શરૂ થઇ એલીસબ્રીજ સુધી જશે અને ત્યાંથી પરત ફરશે. ક્રુઝની ટીકીટ વલ્લભસદન કાઉન્ટરથી મળી શકશે. ઉપરાંત ઇસીએસટી દ્વારા મેક માઇ ટ્રીપ, ગોઆઇબીબો, બુક માઇ શો, ટ્રીપ એડવાઇઝર, ફેસબુક શોપ અને ઇન્સ્ટાગ્રામ શોપ વગેરે ઉપરથી બુકીંગ થઇ શકશે. સાબરમતી રિવરફ્રન્ટની વેબસાઇટ પરથી પર લોકો બુકીંગ કરાવી શકશે. જો કોઇ વ્યકિત કે ગ્રુપ ક્રુઝમાં પાર્ટી, ફંકશન માટે ભાડે મેળવી શકે તેવી ઇસીએચટી કંપની દ્વારા કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement