સુરેશ રૈનાને જાળવી રાખશે ચેન્નાઈ સુપરકિંગ્સ: હરભજનની છુટ્ટી

20 January 2021 05:57 PM
Sports
  • સુરેશ રૈનાને જાળવી રાખશે ચેન્નાઈ સુપરકિંગ્સ: હરભજનની છુટ્ટી

ધોની કરશે ચેન્નાઈની કેપ્ટનશીપ: ચેન્નાઈના અધિકારીએ કરી સ્પષ્ટતા

નવીદિલ્હી, તા.20
પાછલા વર્ષે યુએઈમાં રમાયેલી આઈપીએલની 13મી સીઝનમાં ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ અત્યંત ચર્ચામાં રહી હતી. પહેલી વખત ટીમ નોકઆઉટમાં પહોંચી શકી નહોતી. ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં ટીમના અમુક ખેલાડીઓ કોરોનાની ઝપટે ચડી ગયા હતા. એટલું જ નહીં સુરેશ રૈના અચાનક ટીમનો સાથ છોડીને ભારત આવી જતાં ચર્ચાએ જોર પકડ્યું હતું. રૈનાના અચાનક જ ભારત પરત ફરી જવા પાછળ વિવાદને કારણભૂત ગણાવાયો હતો અને તેના કારણે જ આગામી આઈપીએલમાં ચેન્નાઈ તેને છૂટો કરશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું.


જો કે હવે અહેવાલો વહેતાં થયા છે કે ચેન્નાઈ આ વર્ષની સીઝન માટે પણ રૈનાને જાળવી રાખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચેન્નાઈના એક અધિકારીએ આ અંગેની સ્પષ્ટતા કરી દીધી છે. અધિકારીએ કહ્યું કે અમે રૈનાને રિટેન કરશું અને મહેન્દ્રસિંહ ધોની ટીમની કેપ્ટનશીપ કરશે.34 વર્ષીય રૈના ચેન્નાઈનો સૌથી સફળ બેટસમેન છે. તેણે ચેન્નાઈ વતી 164 મેચમાં 4527 રન બનાવ્યા છે. રૈના વગર પાછલી સીઝનમાં ચેન્નાઈ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી નહોતી અને સાતમા ક્રમે રહી હતી.બીજી બાજુ ચેન્નાઈ સુપરકિંગ્સથી દિગ્ગજ સ્પીનર હરભજનસિંઘ છૂટો થઈ ગયો છે. તેણે ટવીટ કરીને કહ્યું છે કે ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે મારો કોન્ટ્રાક્ટ ખતમ થઈ ગયો છે. આ ટીમ સાથે રમવાનો અનુભવ શાનદાર રહ્યો છે.


Related News

Loading...
Advertisement