જામનગરમાં ગુરૂદ્વારા ખાતે ગુરુગોબિંદ સિંઘની 355 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. હાલ કરોના મહામારીને ધ્યાને રાખીને સરકારી નિયમો મુજબ તમામ પ્રકાર ની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. ગુરૂદ્વારા ગુરૂસિંઘ સભામાં તા.18 જાન્યુઆરીના રોજ સવારે 10:00 વાગે અખંડ પાઠ સાહેબ આરંભ કરવા આવ્યા હતો. તે પછી 20 જાન્યુઆરીના રોજ અખંડ પાઠની સમાપ્તિ સવારે 10 વાગે કરવા માં આવી હતી. શબ્દ કીર્તન બાદ ગુરૂકા લંગર પ્રસાદીનું આયોજન સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોને ધ્યાને રાખીને કરવામાં આવ્યું હતું.