સરદાર પટેલ જળસંચય નિગમના ચેરમેન પદેથી ડો.ભરતભાઇ બોઘરાએ રાજીનામુ આપ્યું

20 January 2021 03:24 PM
Jasdan
  • સરદાર પટેલ જળસંચય નિગમના ચેરમેન પદેથી ડો.ભરતભાઇ બોઘરાએ રાજીનામુ આપ્યું

એક વ્યકિત એક હોદો સુત્ર ગુજરાતમાં સૌ પ્રથમ સાર્થક

જસદણ તા.20
ડો બોઘરા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ બનતા જ સરદાર પટેલ જળ સંચય નિગમ ના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યુ છે. જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના સરદાર પટેલ જળસંચય યોજના નિગમના ચેરમેન ડોક્ટર ભરતભાઇ બોઘરા ઍ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ના સૂત્ર ને ગુજરાતમાં સૌપ્રથમવાર સાર્થક કર્યું છે ડો ભરતભાઇ બોઘરા ને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પદ મળતાની સાથે જ નિગમના ચેરમેન પદેથી સામે ચાલીને રાજીનામું આપીને સી આર પાટીલની ભારતીય જનતા પાર્ટી ની નિતી રીતી નુ માન કર્યુછે સી.આર.પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા બાદ તેઓએ એક વ્યક્તિ એક હોદો એક પદ નું સૂત્ર આપ્યું હતું તેને ગુજરાતમાં સૌપ્રથમવાર જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ ગુજરાત જિનર્સ સ્પિનિગ એસોસિયેશનના પ્રમુખ ડો ભરતભાઇ બોઘરા ઍ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પદ મળતાની સાથે જ એક વ્યક્તિ ઍક હોદો ઍક વ્યક્તિ એક પદ ની સી આર પાટીલ સાહેબની ગાઈડ લાઈન મુજબ સરદાર પટેલ જળસંચય યોજના ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને ગુજરાત ભરમાં સૌપ્રથમ શરૂઆત છે.


Loading...
Advertisement