ધોળકામાં મામલતદાર રૂા.25 લાખની લાંચ લેતા ઝડપાયા

20 January 2021 02:09 PM
Ahmedabad Gujarat Crime
  • ધોળકામાં મામલતદાર રૂા.25 લાખની લાંચ લેતા ઝડપાયા
  • ધોળકામાં મામલતદાર રૂા.25 લાખની લાંચ લેતા ઝડપાયા

બિન ખેડૂતનું જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ:અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધા:વચેટિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખને પણ સકંજામાં લઇ પૂછપરછ આદરી:ઝડપાયેલા મામલતદારના મોટાભાઈ કર્ણાટકમાં આઈજીપી તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે:પિતા મોતીભાઈ ડામોર નિવૃત એસપી હતા

રાજકોટ,તા.20
ગુજરાત રાજ્યના અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ધોળકામાંથી સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. ધોળકા મામતલદાર જમીનમાં નામ દાખલ કરવા અંગે લાખો રૂપિયાની લાંચની માંગણી કરી હતી.અમદાવાદ અઈઇને આ અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે અઈઇએ રેડ પાડી અને મામલતદારને રંગે હાથો ઝડપી લીધા હતા.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,ધોળકામાં ખેડૂત બનાવવા માટે મામલતદારે રૂ. 25 લાખની લાંચ માંગી હતી જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખને વચેટિયા તરીકે રાખવામાં આવતા તે પણ ઝડપાઇ ગયા હતા.


મામલતદાર હાર્દિક ડામોરે ખેડૂત બનાવવા માટે રુપિયા 25 લાખની માંગ કરી હતી. આ માટે વચેટિયા તરીકે નેતાને રાખ્યા હતા. ધોળકા પાલિકાના પૂર્વ પ્રમુખ એવા વચેટિયા જગદીશ જેઠાભાઈ પરમાર પાસેથી 5 લાખ રૂપિયા મળ્યા છેધોળકામાં મામલતદાર 25 લાખની લાંચ લેતા ઝડપાઇ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. ધોળકાના મામલતદાર હાર્દિક મોતીભાઈ ડામોર(રહે.14, આકાશ બંગ્લોઝ, કલીકુંડ, ધોળકા, મુળ રહે. પ્રાથમિક શાળા પાસે, ઝાબ પુર્વ,તા-ફતેપુરા,જી-દાહોદ)25 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે.બીન-ખેડૂતને ખેડૂત બનાવવા માટે લાંચ લેતા મામલતદાર ઝડપાયો છે. મામલતદાર ઓફિસમાંથી 20 લાખ રુપિયા મળ્યા છે.મામલતદાર હાર્દિક ડામોરે ખેડૂત બનાવવા માટે રુપિયા 25 લાખની માંગ કરી હતી. આ માટે વચેટિયા તરીકે નેતાને રાખ્યા હતા. ધોળકા પાલિકાના પૂર્વ પ્રમુખ એવા વચેટિયા જગદીશ જેઠાભાઈ પરમાર(રહે.વણકરવાસ, સોનાર કુઈ, ધોળકા, તા-ધોળકા, જી-અમદાવાદ)પાસેથી 5 લાખ રૂપિયા મળ્યા છે. મામલતદારના પિતા નિવૃત એસપી છે. જ્યારે મામલતદારના મોટાભાઈ કર્ણાટકમાં આઈજીપી તરીકે નોકરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું હતું.


અગાઉ જમીન વેચાણ કરતા ફરિયાદીને બિનખેડૂત ઠરાવવામાં આવ્યા બાદ તેમાં સુધારો કરી ખેડૂતને ખાતેદાર તરીકે ચાલુ રાખવા લાંચની માંગણી કરી હતી. હાલ ધારણ કરતા હતા તે જમીન ક્ષેત્રફળમાં સુધરાણા ના કરવા, ફરીયાદી બિન ખેડૂત ઠરે તો ધોલેરા એક્સપ્રેસ વેમાં સંપાદિત થયેલ જમીનનું વળતર રૂપિયા 89 લાખ મળે નહીં, તે ખેડૂત ખાતેદાર ઠેરવી આપવા અંગેની કામ કરવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી.આ સફળ ટ્રેપ અમદાવાદ એસીબીના પીઆઇ કે.વાય.વ્યાસ સહિતના સ્ટાફે છટકું ગોઠવી કરી હતી.


Related News

Loading...
Advertisement