તળાજા નજીક ફરજમાં શાળાએ જતા શિક્ષકનું ગળામાં દોરી ફસાતા કરૂણ મોત

20 January 2021 02:06 PM
Bhavnagar
  • તળાજા નજીક ફરજમાં શાળાએ જતા શિક્ષકનું ગળામાં દોરી ફસાતા કરૂણ મોત

ધારદાર દોરીથી ગળાની નસ કપાઇ : શિક્ષકો દોડી ગયા

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.20
"ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનું છે". આ પંક્તિ ને ચરિતાર્થ કરતી દુ:ખદ ઘટનાઓ લગલગાટ તળાજા પંથકમાં બની રહી છે.જેમાં આજે મહુવા ના નાની જાગધાર ગામના શિક્ષક તળાજા નજીક પહોંચવા આવ્યા તે સમયે પતંગ ની દોરી ગળામાં આવી જતા મોટાભાગનું ગળું જ કપાઈ જતા યુવાન શિક્ષક નું કમકમાટીભર્યું મોત નિપજેલ.
અરેરાટી ઉપજાવતા બનાવ ની મળતી વિગતો મુજબ ભાવનગર શહેર ના ઘોઘારોડ પરની અખિલેશ સોસાયટી ખાતે રહેતા અને દાઠા પોલિસ તાબા ના નાનીજાગધાર ગામે.પ્રા.શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ કાનજીભાઈ જેઠવા ઉ.વ.33 ભાવનગર તરફ થી તળાજા આવી રહ્યા હતા. વેળાવદર બાયપાસ બનેલ રોડ પરથી તેઓ પોતાનું ડયૂત બાઈક નં.જીજે-04-ડીએફ 4781 લઈ પસાર થતા હતા.સાંજે આશરે છએક વાગ્યા ના સુમારે. એ સમયે અચાનક ગલા માં પતંગ ની દોરી સલવાઈ જતા બાઈક ની સ્પીડ અને ધારદાર દોરી ના કારણે ગળાના ભાગે ગંભીર ઇજા થયેલ.તળાજા 108 દ્વારા અહીંની સરકારી હોસ્પિટલમાં ખેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટર એ જળું કપાઈ જવાથી મોત નિપજ્યા નું પ્રાથમિક જણાવ્યું હતું.શિક્ષક એકલાજ હોય તેઓની પાસે રહેલ કીટબેગ માંથી તેમના આધાર કાર્ડ અને બે મોબાઈલ હોય સેવાભાવી યુવક વિજય ધાંધલીયા એ સંબધિત ને જાણ કરતા ઓળખ પાકી થઈ શકી હતી. મૃતક શિક્ષક ના પત્નિ દાઠા પિયર ધરાવે છે અને તેઓ દાઠા આરોગ્ય વિભાગ માં નોકરી કરે છે. બનાવ ના પગલે તળાજા હોસ્પિટલ ખાતે પાલિકા પ્રમુખ વિનુભાઇ વેગડ,શિક્ષકો મોટી સંખ્યા માં દોડી આવ્યા હતા.


Loading...
Advertisement