જસદણના ખાનપર થઇને દોડતી એસટી બસોને વાયા જસદણ ચલાવવા માંગ

20 January 2021 01:42 PM
Jasdan Travel
  • જસદણના ખાનપર થઇને દોડતી એસટી બસોને વાયા જસદણ ચલાવવા માંગ

જસદણ તા.20
જસદણ તાલુકાના આટકોટ ગામે આવતી જતી તમામ એસ ટી વાયા જસદણ ચલાવવા જસદણના સામાજિક યુવા કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હિરપરાએ માંગણી કરી છે.
હાલ જસદણ તાલુકાના આટકોટ ગામે સૌરાષ્ટ્ર કચ્છને જોડતી તમામ એસ ટી બસનો સ્ટોપ છે. જસદણના હજ્જારો એસ ટી બસના મુસાફરોને સૌરાષ્ટ્રના કોઈ પણ ખૂણે જવું પડતું હોય ત્યારે આટકોટ સુધીનો ધક્કો ખાવો પડતો હોય છે જો એસ ટી દ્વારા રાજકોટ ભાવનગર અમરેલી જામનગર કચ્છ જેવા અનેક જિલ્લાને સાંકળતી બસો વાયા ખાનપર થઇને જસદણ સ્ટોપ આપવામાં આવે તો જસદણમાં પ્રવાસીઓને આરામ થઈ શકે એસ ટી તંત્રને આવક વધી શકે આ ઉપરાંત જસદણથી સૌરાષ્ટ્ર કચ્છ જતાં દરેક લોકોને ઉપયોગી થઈ શકે હરિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આટકોટ બસ સ્ટેન્ડમાં હાલ મુસાફરો માટે સુવિધા તો ઠીક પણ મુસાફરો માટે બેસવા માટેની જગ્યા પણ નથી જયારે જસદણ એસ ટી ડેપોમાં આ તમામ સવલતો છે જેથી લાંબા પ્રવાસના મુસાફરોને રાહત થાય આ ઉપરાંત આટકોટ સ્ટોપ કરતી મોટા ભાગની એસ ટી બસોનો જસદણ સ્ટોપ ન હોવાથી વર્ષોથી જસદણની પ્રજા હેરાન થાય છે ત્યારે આટકોટ આવતી તમામ એસ ટી બસોને વાયા ખાનપર થઇ જસદણ સ્ટોપ આપવામાં આવે તેવી માંગણી હરિભાઈ પટેલએ કરી છે.


Related News

Loading...
Advertisement