વડીયાના દેવગામ પીએચસી કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવા પૂર્વ મંત્રીની માંગ

20 January 2021 01:33 PM
Ahmedabad
  • વડીયાના દેવગામ પીએચસી કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવા પૂર્વ મંત્રીની માંગ

(ભીખુભાઇ વોરા)
વડીયા તા.20
અમરેલી જિલ્લાના છેવાડા તાલુકા એવા વડિયા ના અંતરિયાળ અને છેવાડા ના ગામ એવા દેવગામ અને આસપાસ ના ગામડાના લોકો માટે આરોગ્ય ની સુવિધા માટે પીએચસી કેન્દ્ર કાર્યરત છે. તેમાંથી લોકો ને હાલ આરોગ્યની સુવિધાઓ મળી રહી છે. પરંતુ ઇમર્જન્સી કેસ અને ગંભીર બીમારી અને આકસ્મિક ઘટનાઓ માં તાત્કાલિક કોઈ વાહન ની સુવિધાઓ ના હોવાથી આવે વિસ્તારના લોકો દ્વવારા પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ ને રજુવાત કરતા પૂર્વ મંત્રી દ્વવારા સરકાર ના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી લેખિત રજુવાત કરી દેવગામ પીએચસી ને એમ્બ્યુલન્સ ફાળવવા માટે રજુવાત કરવામાં આવી છે. આ અંતરિયાળ ગામડા ને જો પૂર્વ મંત્રી ઉંધાડ ની રજુવાત સાંભળી એમ્બ્યુલન્સ ફાળવવા માં આવે તો સામાન્ય લોકો ને પડતી મુશ્કેલી નો અંત આવી શકે.


Loading...
Advertisement