ભાવનગરમાં મારામારીના કેસમાં ત્રણ સગા ભાઇઓને પાંચ વર્ષની જેલ સજા

20 January 2021 01:09 PM
Bhavnagar Crime
  • ભાવનગરમાં મારામારીના કેસમાં ત્રણ સગા ભાઇઓને પાંચ વર્ષની જેલ સજા

સામ સામી ફરિયાદમાં સામા પક્ષે પણ રોકડનો દંડ

ભાવનગર તા. 20 : ચારેક વર્ષ પુર્વે ઘોઘા રોડ ઉપર થયેલી મારામારી કેસમાં ત્રણ આરોપી સામે કેસ ચાલી જતા ડીસ્ટ્રીકટ કોર્ટે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.
ફરીયાદી જયપાલસીંહ મહીપતસીંહ ગોહીલ (રહે. ઘોઘા રોડ જકાતનાકા શીવાજી સર્કલ ભાવનગર) ગત તા. 9/5/16 ના રોજ તેમના ભુતેશ્ર્વર ગામે મેલડીમાના મંદીરે લોક ડાયરો હોય સાંજના સુમારે મોટરસાઇકલ લઇને ઘરેથી નીકળ્યા હતા. અગાઉ નકકી થયા મુજબ તેમના મીત્રને લેવા તેના ઘરે ગયેલા અને ત્યાંથી તેને લઇને શીવાજી સર્કલ ખાતે પેટ્રોલ પંપ સામે તેમના અન્ય મિત્ર હાજર હોય તેણે ફરીયાદીને ઉભા રાખી પુછેલ કે જાવ છો જેથી ફરીયાદીએ તેનુ મુળ ગામ ભુતેશ્ર્વર હોય આથી ચાલ તારે સાથે ડાયરામાં આવવુ હોય તેમ કહેતા તેમના મીત્ર પણ બાઇક પર બેસી ગયેલ અને અન્ય મીત્રો ડાયરામાં ગયા હતા.


તે વેળાએ નીશાળની સામે રહેતા અનીલ સરવૈયા નામનો શખ્સ ચોકમાં ઉભો હતો તેણે બાઇક ફરીયાદીની રોકીને ફરીયાદીને ગાળો આપી કહેલ કે તુ મારી દીકરીની પાછળ કેમ પડી ગયો છો ? તેમ કહી ફરીયાદીને સાથે લડાઇ ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન સામે જ રહેતા અનીલભાઇ સરવૈયાના ભત્રીજા અશ્ર્વીન, રાજેશ, જયેશ, ત્રણેય સગા ભાઇઓએ લાકડી ધોકા વડે ફરીયાદી ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.


આ બનાવ અંગે ફરીયાદી જયપાલસીંહ મહીપતસીંહ ગોહીલે આ કામના આરોપીઓ (1) અનીલભાઇ પાંચાભાઇ સરવૈયા/કોળી (ઉ.વ. 45) (ર) અશ્વિનભાઇ વીનુભાઇ સરવૈયા/કોળી (ઉ.વ. ર8) (3) રાજેશભાઇ વીનુભાઇ સરવૈયા/કોળી (ઉ.વ. 27) (4) જયેશભાઇ વીનુભાઇ સરવૈયા/કોળી (ઉ.વ. 23) (રહે. તમામ સરદારનગર લંબે હનુમાન પાછળ મફતનગર સરકારી શાળાની સામે ભાવનગર) સામે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ઇપીકો કલમ 307, 326, 32પ, 323, 504, 114, જીપીએકટ 135 મુજબનો ગુનો નોંધીયો હતો.


આ અંગેનો કેસ ચાલી જતા ગુનો સાબીત માની ત્રણેય આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ.પાંચ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ 15 દીવસની કેદની સજા ઇપીકો કલમ 323 મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને 6 માસની કેદની સજા તથા રોકડા રૂ.એક હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ 7 દીવસની સજા અદાલતે ફટકારી હતી.આ સામસામી મારામારીની ક્રોસ ફરીયાદમાં કેસ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા મુખ્ય આરોપી જયપાલસીંહ મહીપતસીંહ ગોહીલ સામે ઇપીકો કલમ 3ર3 મુજબનો ગુનો સાબીત માની રૂ. પાંચ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ સાત દીવસની સજા ઇપીકો કલમ 337 મુજબના ગુના સબબ રૂ. પાંચ હજારનો દંડ દંડ ન ભરે તો વધુ સાત દીવસની સજા અદાલતે ફટકારી હતી.


Related News

Loading...
Advertisement