ગોંડલ તા.20
ગોંડલના છ યુવાનોએ કરાટે સ્પર્ધામાં વ્હાઇટ, ઓરેન્જ બેલ્ટ મેળવી ગોંડલને ગૌરવ અપાવેલ છે. ઓલ ઇન્ડિયા વાડોકાઈ ડો એસોસિએશન દ્વારા કરાટે બેલ્ટ પ્રતિયોગીતા નું આયોજન કરાયું હતું જેમાં કૃતાર્થ ચૌહાણ (ઉંમર વર્ષ 15 ), ધ્રુવ બારવરિયા (ઉંમર વર્ષ 15), હિતાક્ષી જસાણી (ઉંમર વર્ષ 21) તેમજ મૈત્રી સોનૈયા (ઉંમર વર્ષ 18) એ વ્હાઇટ બેલ્ટ મેળવ્યા હતા જ્યારે આદિત્ય સુનિલભાઈ ઠાકર (ઉંમર વર્ષ 13) અને ફરીદ અહેમદભાઈ સાડેકી (ઉંમર વર્ષ 14) એ ઓરેન્જ બેલ્ટ મેળવી ગૌરવ વધાર્યું હતું ઉપરોક્ત યુવાનો છેલ્લા ત્રણ મહિનાથી સનસેઈ જીગ્નેશ ગોરી પાસે તાલીમ મેળવી રહ્યા હતા ઉપરોક્ત પ્રતિયોગી યુવાનો એ વ્હાઇટ તથા ઓરેન્જ બેલ્ટ સર્ટીફીકેટ હાંસલ કર્યા બાદ આગામી તારીખ 7 માર્ચ જૂનાગઢ ખાતે યોજાનાર ઓલ ગુજરાત કરાટે ચેમ્પીયનશીપ પ્રતિયોગીતામાં પસંદગી થવા પામ્યા છે અને તેઓને ત્યાં પણ સર્ટિફિકેટ ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવનાર છે.