સૌરાષ્ટ્ર-કચ્છમાં 5.8 ડિગ્રી સાથે નલિયા ફરી ધ્રુજયુ : કેશોદમાં 10.4, ભુજમાં 10.9

20 January 2021 12:49 PM
Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં 5.8 ડિગ્રી સાથે નલિયા ફરી ધ્રુજયુ : કેશોદમાં 10.4, ભુજમાં 10.9

રાજકોટ 12.1, પોરબંદર 12.2, અમરેલી 12.4, અમદાવાદ-ડીસા 13 ડીગ્રી સાથે સામાન્ય ઠંડીનો અનુભવ

રાજકોટ, તા. 20
સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં આજે સવારે નલિયાને બાદ કરતા મોટા ભાગનાં સ્થળોએ સામાન્ય ઠંડી જ રહેવા પામી હતી.આજે સવારે પ.8 ડિગ્રી સાથે નલિયાવાસીઓએ ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ખાતે સવારે 8 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા શિતલહેરોનાં કારણે વધુ ઠંડીનો અનુભવ થયો હતો.આ ઉપરાંત ભુજમાં સવારે 10.9 ડિગ્રી, કેશોદમાં 10.4 ડીગ્રી, કંડલામાં 12.5 અને રાજકોટમાંં 12.1 ડીગ્રી સાથે ટાઢોડુ અનુભવાયુ હતું.રાજકોટમાં આજે સવારે હવામાં ભેજ 88 ટકા રહેતા થોડી ઝાકળ છવાઇ હતી આ સાથે સવારે પવનની ઝડપ પણ 13 કિ.મી. રહેતા શીતલહેરોથી લોકો ધ્રુજયા હતા.


દરમ્યાન આજે સવારે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, પોરબંદર, વેરાવળ, દ્વારકા, ઓખા, સુરેન્દ્રનગર સહિતનાં સ્થળોએ સામાન્ય ઠંડીનો અનુભવ થયો હતો. આજે સવારે અમદાવાદ ખાતે 13.3, ડીસામાં 13.4, વડોદરામાં 14, સુરતમાં 16.8, ભાવનગરમાં 14.8, વેરાવળમાં 16.4, દ્વારકામાં 14.6, ઓખામાં 16 અને સુરેન્દ્રનગરમાં 13.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત ગાંધીનગર ખાતે 12, મહુવામાં 12.9, દિવમાં 13.2, વલસાડમાં 11.5 અને વલ્લભવિદ્યાનગર ખાતે 13.9 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે સામાન્ય ઠંડી રહી હતી.


Related News

Loading...
Advertisement