દ્વારકા નજીક ઘડી ડિટરજન્ટ કંપનીના નવા પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ

20 January 2021 12:48 PM
Jamnagar Dharmik
  • દ્વારકા નજીક ઘડી ડિટરજન્ટ કંપનીના નવા પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ

સ્કોડા એરા પ્લાન્ટના લોકાર્પણ અવસરે સંસદ સભ્ય ઉપસ્થિત

(અમરજીતસિંઘ)
દ્વારકા તા.20
દ્વારકાના કુરંગા સ્થિત છતાહ ઘડી કંપનીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દ્વારકા નજીક ઘણા લાંબા સમય બાદ એક ઉધોગિક કંપની બની છે ત્યારે આ ઉધોગીક આર.એસ.પી.એલ કંપની ઘડી ના સોડા એશ પ્લાન્ટ નું આજે દ્વારકા અને જામનગર ના સાંસદ પૂનમબેન માડમ , માનનીય પબુભા માણેક સહિત ના રાજકીય અગ્રણીઓ અને દ્વારકા કલેકટર સહિત અનેક સરકારી અધિકારીઓ ની ઉપસ્થિતિ માં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ પ્લાન્ટ નું ઇ - લોકાર્પણ કર્યું હતું. આર.એસ.પી.એલ ઘડી કંપની દ્વારા કોરોના સમય દરમિયાન કરેલ કામગીરી સહિત અનેક સરાહનીય કામગીરીને ઉપસ્થિત કલેકટર નરેન્દ્ર કુમાર મીના , સાંસદ પૂનમ બેન માડમ અને માનનીય પબુભા માણેક દ્વારા બિરદાવવામાં આવી હતી.આ કાર્યક્રમ માં ખાસ કરી ને આર.એસ.પી.એલ ઘડી કંપનીના ચેરમેન મુરલીધરજી જ્ઞાનચંદાની , વાઇસ ચેરમેન બીમલ જ્ઞાનચંદાની , ડાયરેક્ટર મનોજ જ્ઞાનચંદાની , ડાયરેકટર રોહિત જ્ઞાનચંદાની અને જોઇન્ટ એમ. ડી. રાહુલ જ્ઞાનચંદાનીએ વર્ચ્યુઅલ હાજરી તથા ટિંકુ છાબરા , તેજ મલોહત્રા , વિનોદ શુક્લા, હરીશ રામચંદાની એ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી.


Related News

Loading...
Advertisement