ટીમ ઈન્ડિયાને શાનદાર જીત બદલ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને આપ્યા અભિનંદન

20 January 2021 12:42 PM
Sports
  • ટીમ ઈન્ડિયાને શાનદાર જીત બદલ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને આપ્યા અભિનંદન

સ્કોટ મોરિસને ટવીટ કરીને વડાપ્રધાન મોદી અને ટીમ ઈન્ડિયાને શુભકામના પાઠવી: ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેનના પણ કર્યા વખાણ

નવીદિલ્હી, તા.20
કોઈએ જેની કલ્પના પણ કરી નહોતી તે વસ્તુ ટીમ ઈન્ડિયાએ બ્રિસ્બેનના ગાબા મેદાન ઉપર કરી બતાવી છે. અત્યંત નવોદિત કહી શકાય તેવી ટીમ ઈન્ડિયા વિશાળકાય ઓસ્ટ્રેલિયા સામે મેદાને ઉતરી ત્યારે સૌને લાગતું હતું કે આ મેચ ‘વન-વે’ મતલબ કે એકતરફી રહેશે અને ઓસ્ટ્રેલિયા સરળતાથી જીતી જશે. જો કે આ તમામ દાવાઓને ખોટા પાડતાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી લીધી છે ત્યારે તેમને વિશ્ર્વભરમાંથી શુભકામના મળી રહી છે. દરમિયાન ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મોરિસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતાં ટવીટમાં લખ્યું કે ઓસ્ટ્રેલિયામાં આવીને ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. આ શ્રેણી ઉમદા કક્ષાના ખેલાડીઓ વચ્ચે રમાઈ રહી હતી એટલા માટે તેમાં ટક્કર પણ જોવા મળી હતી અને અંતે જે ટીમે સારી રમત દાખવી તેણે જીત હાંસલ કરી છે. મોરિસને કેપ્ટન ટીમ પેનના પણ વખાણ કરતાં કહ્યું કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પણ અદ્ભુત રમત દાખવી છે અને તે ફરીથી તેના જૂના ક્લેવરમાં પરત ફરશે તેવી આશા રાખીએ...


Related News

Loading...
Advertisement