સાંસદ શશિ થરુરે ઓસ્ટ્રેલિયાની હાર પર કર્યો કટાક્ષ, ડિક્શનરીમાંથી કાઢ્યો નવો શબ્દ !

20 January 2021 12:19 PM
Sports
  • સાંસદ શશિ થરુરે ઓસ્ટ્રેલિયાની હાર પર કર્યો કટાક્ષ, ડિક્શનરીમાંથી કાઢ્યો નવો શબ્દ !

માઈકલ ક્લાર્ક, રિકી પોન્ટીંગ અને માર્કની તસવીરો સાથે તેની કોમેન્ટ પણ પોસ્ટ કરી

નવીદિલ્હી, તા.20
ભારતીય ટીમે કમાલનું પ્રદર્શન કરતાં ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યું છે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ફરી જીતી લીધે છે. જીત બાદ ભારતીય ટીમને અનેક દિગ્ગજોએ શુભકામના પાઠવી છે. આ યાદીમાં કોંગ્રેસ સાંસદ શશી થરૂર પણ સામેલ છે જેમણે અંગ્રેજીનો એક શબ્દ લખ્યો છે જેનો મતલબ બહુ ઓછા લોકોજાણતા હતા.4 મેચની આ શ્રેણી શરૂ થતાં પહેલાં અનેક પૂર્વ ક્રિકેટરોએ કહ્યું હતું કે ભારત આ શ્રેણીમાં ખરાબ રીતે હારશે પરંતુ તે બધુ ઉંધુ થયું છે અને ભારતીય ક્રિકેટરસિકોએ એ પૂર્વ ક્રિકેટરોને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. સાંસદ શશી થરુરે પણ ઓસ્ટ્રેલિયાને પોતાની ટ્રેડમાર્ક શૈલીમાં ટ્રોલ કર્યું હતું. થરુરે જીત પર ખુશી વ્યક્ત કરતાં પોતાના ‘વર્ડ ઓફ ધ ડે’ ‘એપિકૈરિકેસી’ને ટવીટર પર પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યું કે ‘એપિકૈરિકેસી’, હું માથાકૂટ કરનારો વ્યક્તિ નથી પરંતુ આજે આ કોમેન્ટ વાંચીને બહુ ખુશી થાય છે. ‘એપિકૈરિકેસી’ શબ્દનો મતલબ બીજાના દૂર્ભાગ્યથી ખુશી પ્રાપ્ત કરવા અથવા એવું કામ કરવાનો થાય છે.


Related News

Loading...
Advertisement