લોકોની નાની બચત સરકાર માટે મોટી રાહત

20 January 2021 11:53 AM
Government Health Top News
  • લોકોની નાની બચત સરકાર માટે મોટી રાહત

કોરોના કાળ છતાં દેશમાં લોકોની નાની બચતનું રોકાણ રેકર્ડ સ્તરે પહોંચ્યુ : છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટો વધારો

નવી દિલ્હી, તા. ર0
આગામી તા. 1 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને આ વખતનું બજેટમાં સરકાર પર લોકોની અપેક્ષા સંતોષવાનું સૌથી મોટો પડકાર છે. ખુદ નાણામંત્રી નિર્મલા સીતારામને આગામી બજેટ મહાબજેટ હશે તેવું જાહેર કરીને અપેક્ષા વધારી દીધી છે. અને ખાસ કરીને લોકોના હાથમાં નાણા આવે તથા ખર્ચ વધે તે પણ જોવા સરકાર માંગે છે. સરકારની ચાલુ વર્ષની ટેક્ષ આવકમાં મોટો ઘટાડો થયો છે. જોકે ડિસેમ્બર માસમાં જીએસટીનું કલેકશન રૂા. એક લાખ કરોડથી વધી ગયુ જે નાણાકીય વર્ષનું સૌથી વધુ કલેકશન છે. પરંતુ કદાચ તે દિપાવલી સમયની ખરીદીના કારણે કલેકશન વધ્યુ હશે તે પણ સરકાર માને છે. તેથી જાન્યુઆરીના આંકડા પર સરકારની નજર છે. બીજી તરફ ચાલુ વર્ષે પેટ્રોલ ડિઝલની માંગમાં ઘટાડો થયો હોવા છતાં તેને ટેક્ષની આવક 48 ટકા જેટલી વધી છે અને સરકાર માટે તે એક મોટી રાહત છે. આ વચ્ચે સરકારે બજેટમાં જે લોકો માટે રાહતની જોગવાઇ કરવાની છે તેમાં બજેટ બહારની આવક ઉપર સરકારની નજર છે. તેમાં સૌથી વધુ સરકાર માટે રાહતરૂપ ચાલુ વર્ષે કોરોના કાળ છતાં પણ લોકોએ નાની બચતમાં જે રેકર્ડબ્રેક વધારો થયો છે તે સરકાર માટે રાહતરૂપ છે. નેશનલ સ્મોલ સેવિંગ ફંડ કે જે પોસ્ટ ઓફિસ બચત યોજનામાં સામેલ થાય છે. આ ઉપરાંત પબ્લીક પ્રોવિડન્ડ ફંડ સામાન્ય લોકો માટે બચતનું એક સાધન છે તેમાં હજુ બેન્ક ડિપોઝીટ કરતા ઉચા વ્યાજદર મળે છે તેની લોકોનું રોકાણ આ બચત તરફ વળ્યું છે ચાલુ વર્ષે વ્યાપાર અને ધંધા રોજગારને એપ્રિલથી નવેમ્બર માસમાં લોકડાઉન સહિતના કારણે મોટો ફટકો પડયો હોવા છતાં પણ ર0ર0-21માં આ સમયગાળામાં પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રૂા. 1ર8પરપ લાખ કરોડ અને પબ્લીક પ્રોવિડન્ડ ફંડમાં ર3316 કરોડનું રોકાણ થયું છે. સરકાર આ નાણાનો ઉપયોગ તેની બજેટની કેટલીક ખાસ યોજના માટે કરી શકે છે. ર016-17ના પોસ્ટ ઓફિસ સેવિંગમાં 4પ849 કરોડનું રોકાણ હતું અને પીપીએફમાં 176ર3 કરોડનું રોકાણ હતું જે વધીને હવે નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યુ છે. સરકાર માટે આ રોકાણથી આવેલા નાણા ખાસ કરીને સરકારનો જે ફુડ સિકયોરીટી ખર્ચ વધીને 136600 લાખ કરોડ નોંધાયો છે. તેમાં કરી શકશે. સરકારને નાની બચતના કારણે આથી મોટી રાહત થાય તેવી ધારણા છે.

2020-21માં એપ્રિલથી નવેમ્બર સુધીમાં સેવિંગ ડિપોઝીટ તથા સર્ટીફીકેટમાં રૂા.1,ર8,પરપ કરોડ અને પબ્લીક પ્રોવિડન્ડ ફંડમાં રૂા. ર3316 કરોડનું રોકાણ લોકોએ કર્યુ : સરકાર બજેટ જોગવાઇ માટે આ નાણાનો ઉપયોગ કરવા તૈયાર


Related News

Loading...
Advertisement