સૌરાષ્ટ્ર-કચ્છ માટે વધુ 62 હજાર ડોઝની ફાળવણી : વધુ નવા 123 કેસ નોંધાયા

20 January 2021 11:13 AM
Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છ માટે વધુ 62 હજાર ડોઝની ફાળવણી : વધુ નવા 123 કેસ નોંધાયા

રાજકોટ 65, જામનગર 19 સિવાય અન્ય જિલ્લામાં 9 થી વધુ કેસ નહી : પોઝીટીવ-ડિસ્ચાર્જનો કુલ આંક 150ની અંદર : કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થતા આરોગ્ય-વહિવટી તંત્રમાં રાહત : મૃત્યુ આંક માત્ર-2

રાજકોટ તા.20
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના વાયરસનાં સંક્રમણમાં ઘટાડા સાથે પોઝીટીવ કેસોનો હવે માત્ર 100ને પાર રહ્યો છે. એક સમયે રાજકોટ જિલ્લામાં નોંધાતા પોઝીટીવ કેસ જેટલા કેસ હવે સૌરાષ્ટ્રભરમાં નોંધાતા આરોગ્ય અને વહિવટી તંત્રએ રાહત અનુભવી છે. હાલ કોરોના વેકસીન ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ અને હેલ્થ વર્કરો, તબીબોને વેકસીન આપવાની કામગીરી આગળ ધપી રહી છે. સૌરાષ્ટ્રભરમાં કોરોના વણથંભી આગેકુચ ધીમી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં 112 પોઝીટીવ કેસ સામે 129 દર્દીઓ સ્વસ્થ થયા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છ માટે સરકારે વધુ 62 હજાર વેકસીનનો ડોઝ ફાળવ્યો છે જે બે દિવસમાં આવી પહોંચશે.


નવા નોંધાયેલા કેસોમાં રાજકોટ જિલ્લામાં 51 શહેર 14 ગ્રામ્ય કુલ 65, જામનગર 10 શહેર 9 ગ્રામ્ય કુલ 19, ભાવનગર 6, જૂનાગઢ 9, મોરબી 4, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર 2-2, દ્વારકા 1 સહિત 112 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે રાજકોટ 70, જામનગર 14, ભાવનગર 8, જૂનાગઢ 11, મોરબી 6, અમરેલી 1, ગીર સોમનાથ 13, સુરેન્દ્રનગર 6 સહિત 129 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કચ્છમાં વધુ નવા 11 કેસ સામે 20 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 123 પોઝીટીવ કેસ સામે 149 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


સમગ્ર રાજયમાં નવા 485 પોઝીટીવ કેસ સામે 709 દર્દીઓ સાજા થયા છે. રાજયનો રીકવરી રેઇટ 9પ.98 ટકા નોંધાયો છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ તબક્કામાં 77 હજાર વેકસીન ડોઝની ફાળવણી બાદ વધુ નવો 62 હજાર વેકસીનનો ડોઝ ફાળવવામાં આવ્યો છે જેની ફાળવણી રાજકોટ, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છ, દેવીભૂમી દ્વારકા જિલ્લા ને થનાર છે. કાલે ગુરૂવારે શુક્રવારે રસીકરણ શરૂ રહેશે. વધુ નવો 62 હજારને ડોઝની સરકાર બે દિવસમાં ફાળવણી કરશે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વ બાદ કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. એક સમયે રોજીંદા 100ને પાર જતા કેસો હવે માત્ર પ0ને પાર નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ નવા 65 કેસ સામે 70 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજકોટ જિલ્લામાં કોરોના વેકસીન રસીકરણ આગળ વધી રહ્યું છે. ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ, તબીબો, નસીૃંગ સ્ટાફને રસી આપવાની કામગીરી ગતિશીલ બની છે. કોરોના સંક્રમણ ઘટતા ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી થવા લાગ્યા છે. રાજકોટ શહેર-51 અને ગ્રામ્યના 14 મળી કુલ 65 પોઝીટીવ કેસ નોંધાયા છે. બે દર્દીઓના સારવારમાં મોત થયા છે.


Related News

Loading...
Advertisement