કોરોના ઈફેકટ: નવા પાસપોર્ટની અરજીમાં 50 ટકાનો ઘટાડો

20 January 2021 11:07 AM
Ahmedabad Gujarat
  • કોરોના ઈફેકટ: નવા પાસપોર્ટની અરજીમાં 50 ટકાનો ઘટાડો
  • કોરોના ઈફેકટ: નવા પાસપોર્ટની અરજીમાં 50 ટકાનો ઘટાડો

વિદેશ પ્રવાસ બહુ ઓછા થઈ જતા પાસપોર્ટ અરજદારોની સંખ્યા અર્ધી થઈ ગઈ

અમદાવાદ તા.20
કોરોનાકાળમાં વેપારધંધા મંદ પડી ગયા છે, પ્રવાસનને મોટો ફટકો પડયો છે ત્યારે તેની સીધી અસર પાસપોર્ટ સેવાઓ પર પણ પડી છે. છેલ્લા એક વર્ષમાં નવા પાસપોર્ટ તથા તેના રીઈસ્યુ અને પોલીસ વેરીફીકેશન કલીયરન્સ સર્ટીફીકેટમાં 50 ટકા જેવો ઘટાડો થયો છે. 2020માં મહિનાઓ સુધી ફલાઈટો બંધ રહી અથવા નિયંત્રણો હેઠળ રહી હોવાથી પ્રવાસન ઠપ્પ જેવુ હતું. વિદેશ પ્રવાસ કરતા લોકોની સંખ્યામાં પણ મોટો કાપ આવ્યો છે એટલે પાસપોટનું પ્રમાણ ઘટયું છે.સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે નવા પાસપોર્ટ, રીન્યુ પાસપોર્ટ તથા પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટની સંયુક્ત સંખ્યા 2019માં 6,97,000 હતી તે 2020માં માત્ર 3,19,000 નોંધાઈ છે.


પ્રાદેશિક પસપોર્ટ અધિકારી વરેન મિશ્રાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાને કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોવાથી પાસપોર્ટ સંખ્યામાં ઘટાડો થયો છે. વેપાર-ધંધાર્થીઓ બિઝનેસ ટુરે જઈ શકયા ન હતા કે વિદ્યાર્થીઓ અભ્યાસ હેતુસર જઈ શકતા ન હતા. ઉનાળાના વેકેશનમાં જ લોકડાઉન આવ્યુ હતું એટલે પ્રવાસ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા હતા. દિવાળીની રજાઓમાં પણ લોકો વિદેશ પ્રવાસે જઈ શકયા ન હતા.લોકડાઉન વખતે તો પાસપોર્ટ સેવા પણ સંપૂર્ણ બંધ હતી જે જૂનના બીજા સપ્તાહમાં શરુ થઈ હતી. પ્રારંભીક દિવસોમાં સલામાન્ય સમય કરતા અર્ધા અરજદારોને જ એપોઈન્ટમેન્ટ આપવામાં આવતી હતી. તેમાં તબકકાવાર વધારો થયો હતો અને હવે કાર્યવાહી નોર્મલ થઈ છે. હાલ 4200 પાસપોર્ટ અરજદારોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે જે અગાઉ સામાન્ય દિવસોમાં 5000માં આપવામાં આવતી હતી.

 


Related News

Loading...
Advertisement