કંકોતરીમાં ક્યુઆર કોડ છાપ્યો

20 January 2021 11:00 AM
Off-beat
  • કંકોતરીમાં ક્યુઆર કોડ છાપ્યો

લગ્નનો ચાંલ્લો સીધો બેન્કમાં જમા કરાવવા

કોરોનાના રોગચાળાના માહોલમાં અનેક અવનવી ઘટનાઓ જોવા, જાણવા અને સાંભળવા મળે છે. જેમ અન્ય પ્રાંતોમાં મર્યાદિત સંખ્યામાં મહેમાનોની હાજરી વચ્ચે લગ્ન જેવા સમારંભો શરૂ થયા છે એ રીતે તામિલનાડુમાં પણ શરૂઆત થઇ છે. ત્યાં કેટરર્સ અને મંડપ ડેકોરેટર્સની કામગીરી ધીમે ધીમે વેગમાં આવી રહી છે. જો કે રોગચાળાનો ઓછાયો હજી દૂર થયો નથી.આ સ્થિતિમાં મદુરાઇમાં એક લગ્નમાં નવી બાબત જોવા મળી. એક કન્યા  પક્ષે ચાંલ્લાનાં પરબીડિયા હાથમાં લેવા તેમ જ રોકડ રકમ ગણવા અને વહેવારની નોંધ નોટબુકમાં લખવાની પળોજણમાંથી છૂટકારો મેળવવાના ઇરાદાથી ડિજિટલ વોલેટનો ઉપયોગ કર્યો હતો. રોગચાળામાં શારિરીક સંપર્કથી બચવા માટે ક્ધયાપક્ષે કંકોતરીમાં ફોનપે અને ગુગલપેના તેમના એકાઉન્ટના કયુઆર કોડ છાપ્યા હતા. જો કે ક્યુઆર કોડના માધ્યમનો ઉપયોગ ફકત 30 સગાંઓએ કર્યો હોવાનું કન્યાની માતા ટી.જે. જયંતિએ જણાવ્યું હતું. ક્યુઆર કોડ ધરાવતી એ કંકોતરીની તસવીર સાથે સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી હતી. એ કંકોતરી વિશે કેટલાકે કુતુહલ વ્યકત કર્યું અને કેટલાક લોકોએ નવા પ્રયોગને આવકાર્યો હતો.


Related News

Loading...
Advertisement