મુંબઇ તા. 20 : ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલીએ પોતાની ફિલ્મ RRR ના કલાઇમેકસની એક ઝલક શેર કરી છે. આ ફિલ્મનું શુટીંગ જલદી જ પુરું થવાને આરે છે. તેમણે જે ફોટો શેર કર્યો છે. એમાં વાતાવરણ ખાસ્સું તંગ અને હિસંક દેખાઇ રહયું છે. આ ફિલ્મમાં એનટીઆર રામચરણ અજય દેવગન આલિયા ભટ્ટ ઓલિવિયા મોરિસ સહિત અનેક કલાકારો જોવા મળવાના છે. આ એક ઇતિહાસની કથા પર આધારીત ફિલ્મ છે. ફિલ્મમાં સ્વાતંત્યસેનાની કોમરામ ભીમ અને અલ્લુરી સીતારામ રાજુના યુવાનીના દિવસોની સ્ટોરી દેખાડવામાં આવશે. એસ.એસ. રાજામૌલીની આ મહત્વાકાંક્ષી ફિલ્મ છે. કલાઇમેકસનો ફોટો ટિવટર પર શેર કરીને એસ.એસ. રાજામૌલીએ ટવીટ કર્યુ હતુ કે ‘કલાઇમેકસનું શુટીંગ શરુ થઇ ગયુ છે. મારા રામારાજુ અને ભીમ પોતાની ઇચ્છાને પુરી કરવા માટે સાથે આવ્યા છે.