શાહરુખ સાથેની પઠાનમાં જોવા મળવાની વાત પર મહોર લગાવી દીપિકાએ

20 January 2021 10:38 AM
Entertainment
  • શાહરુખ સાથેની પઠાનમાં જોવા મળવાની વાત પર મહોર લગાવી દીપિકાએ

મુંબઇ તા. 20
દીપિકા પાદુકોણે જણાવ્યુ છે કે તે શાહરુખ ખાન સાથેની ‘પઠાન’માં જોવા મળવાની છે. દીપિકાએ પોતાની કરીઅરની શરુઆત શાહરુખની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી કરી હતી. દીપિકા પાસે હાલમાં કટેલીક ફિલ્મો છે. એ વિશે દીપિકાએ કહયું હતું કે ‘મેં શકુન બત્રાની રિલેશનશિપ પર આધારિત ફિલ્મનું શૂટિંગ શરુ કર્યુ હતુ.આવા વિષય પર ભારતીય સિનેમામાં ફિલ્મ કદી પણ નથી બનાવવામાં આવી. ત્યાર બાદ હું શાહરુખ ખાન સાથેની એકશન ફિલ્મ ‘પઠાન’માં કામ કરવાની છું. ત્યાર બાદ હું પ્રભાસ સાથે નાગ અશ્ર્વિનની ફિલ્મ કરવાની છું. બાદમાં હું એન હેથવેની ‘ધ ઇન્ટર્ન’માં કામ કરવાની છું જે આજના સમય સાથે સુસંગત છે.’


Related News

Loading...
Advertisement