મુંબઈ તા.20
નીલા ફીલ્મ પ્રોડકશન પ્રાઈવેટ લીમીટેડ પ્રસ્તુત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તારક મહેતા રસગુલ્લા ખાવાની ઈચ્છા રાખતા હોવાથી પોતાનો ડાયેટ તોડવાના છે વાત એવી છે કે અય્યર રસગુલ્લાનો ડબ્બો જેઠાલાલના ઘરે પહોંચાડે છે ત્યારે તારક મહેતા જેઠાલાલના ઘરે હાજર હોવાથી રસગુલ્લાનો ડબો જોઈ તેઓની આંખ ચમકી જાય છે. તેઓને લાગે છે કે અંજલીની ગેરહાજરીનો લાભ ઉઠાવી રસગુલ્લા ખાઈ લેવા જોઈએ. પરંતુ બદનસીબે જેઠાલાલ, ટપ્પુ અને ચમ્પકલાલ બધા રસગુલ્લા ખાઈ જાય છે અને તારક મહેતાના હાથમાં કાઈ નથી બચતું. પરંતુ તાર કનીર રસગુલ્લા ખાવાની આશા હજુ જીવતી હતી. કારણ કે બબીતાએ રસગુલ્લાનો એક ડબ્બો તેમના ઘરે પણ મોકલાવ્યો. પરંતુ હવે તકલીફ એ છે કે તારક અને રસગુલ્લાની વચ્ચે તેમની પત્ની અંજલી આવી જાય છે. ત્યારે બીજી બાજુ તારકની રસગુલ્લા ખાવાની ઈચ્છા વધી જાય છે. ત્યારે હવે તે તેમની પત્ની અંજલી અને તેમની ડાયટ પ્લાન વિરુદ્ધ અવાજ ઉઠાવવા તૈયાર થઈ ગયા છે. કેવી રીતે તારકની રસગુલ્લા ખાવાની ઈચ્છા પુરી થાય છે? શું અંજલી તારકને રસગુલ્લા ખાવા દેશે? તેનો નિર્ણય કરવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાની સોશ્યલ મીડીયા સાઈટ પર એક પોલ શરુ કરશે. જેમાં દર્શકોનો અભિપ્રાય લેવામાં આવશે.