68 વર્ષના યુવાન પુટીને માઈનસ 20 ડીગ્રીમાં બર્ફીલા પાણીમાં ડુબકી લગાવી

20 January 2021 10:30 AM
Off-beat World
  • 68 વર્ષના યુવાન પુટીને માઈનસ 20 ડીગ્રીમાં બર્ફીલા પાણીમાં ડુબકી લગાવી

ખ્રિસ્તી ધર્મની પરંપરા નિભાવતા રશિયાના પ્રમુખ: શર્ટલેસ દેખાયા

મોસ્કો તા.20
રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન 68 વર્ષની વયે પણ તેમની તંદુરસ્તી જાળવવામાં નંબર વન છે. એક એથ્લેટ તરીકે પુટીનની અનેક રસપ્રદ પ્રવૃતિઓ જાહેરમાં આવી છે. ગઈકાલે જ તેઓએ માઈનસ 20 ડીગ્રી બર્ફીલા પાણીમાં ડુબકી લગાવીને સૌને આશ્ર્ચર્ય ચકીત કરી દીધા હતા. રશિયામાં હાલ ફીસ્ટ ડે મનાવાઈ રહ્યો છે જે એક ધાર્મિક તહેવાર છે અને ઈસાઈ ધર્મના લોકો ઉજવે છે. મોસ્કોમાં બર્ફીલા પાણીમાં ટ્રમ્પે ડુબકી લગાવી હતી અને તે તસ્વીર પોતાના ટવીટર હેન્ડલ પર શેર કરી છે. ઈસાઈ ધર્મમાં આ કૃત્યને પવિત્ર માનવામાં આવે છે. ચારે તરફ બર્ફથી ઘેરાયેલા સ્વીમીંગ પુલમાં પુટીન શર્ટ ઉતારીને ડુબકી લગાવવા પહોંચી ગયા હતા. એવી માન્યતા છે કે ઈસા મસીહાઓ જોર્ડન નદીમાં ડુબકી લગાવી હતી. જેનાથી પાપ ધોવાઈ જાય છે.


Related News

Loading...
Advertisement