ભાવનગરમાં આજે કોરોના નવા ૬ કેસો, ૯ દર્દીઓ ડિસ્ચાર્જ થયા

19 January 2021 09:06 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોના નવા ૬ કેસો, ૯ દર્દીઓ ડિસ્ચાર્જ થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૯૯૯ કેસો પૈકી ૨૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૧૯
ભાવનગરમાં આજરોજ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૯૯૯ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૪ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૬ કેસ નોંધાતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આજે ભાવનગર મહાનગરપાલિકાના ૮ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૯ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લઆ નોંધાયેલા ૫,૯૯૯ કેસ પૈકી હાલ ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫,૯૦૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement