દિલ્હી-રાજકોટ હવાઇ સેવામાં ગાઢ ધુમ્મસનો અવરોધ : પરત ફરતી ફલાઇટને થંભાવી દેવાઇ

19 January 2021 06:37 PM
Rajkot Travel
  • દિલ્હી-રાજકોટ હવાઇ સેવામાં ગાઢ ધુમ્મસનો
અવરોધ : પરત ફરતી ફલાઇટને થંભાવી દેવાઇ

દિલ્હીમાં ગાઢ ધુમ્મસના લીધે રાજકોટ એરપોર્ટ પરથી પરત ફરતી ફલાઇટ દોઢ કલાક મોડી ઉપડી

રાજકોટ તા.19
શિયાળાની ઋતુમાં દિલ્હીમાં છવાયેલા ગાઢ ધુમ્મસના પગલે દેશભરની હવાઇ સેવાને અસર પડી છે. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ શહેરનો સમાવેશ થાય છે. આજે રાજકોટ એરપોર્ટ પરથી પરત દિલ્હી જતી ફલાઇટ આ કારણે જ દોઢ કલાક મોડુ ઉડાન ભર્યુ હતું. રાજકોટ-દિલ્હી વચ્ચેની હવાઇ સેવામાં છાશવારે ધુમ્મસના લીધે ફલાઇટના આવાગમનમાં ફેરફાર થતા મુસાફરોને પ્રતિક્ષા કરવી પડે છે. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીથી રાજકોટ ફલાઇટ અવાર-નવાર મોડી ઉપડે છે. પરિણામે રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જતા મુસાફરોને ફલાઇટની એકથી દઢ કલાક પ્રતિક્ષા કરવી પડે છે. આજે મંગળવારે સવારે સ્પાઇસ જેટની દિલ્હી-રાજકોટ ફલાઇટ તેના નિર્ધારીત સમયે સવારે 8 કલાકે આવી પહોંચી હતી. પરંતુ દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી પરત ફરતી આ ફલાઇટ 10:40 મિનિટે દિલ્હી જવા ઉપડી હતી. આ ફલાઇટમાં દિલ્હીથી 67 મુસાફરો આવ્યા હતા અને 71 મુસાફરો રવાના થયા હતાં.


Related News

Loading...
Advertisement