રાજકોટ તા.19
રેલવે દ્વારા 21 જાન્યુઆરી 2021થી વેરાવળ-અમદાવાદ અને પોરબંદર-મુઝફફરપુર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવશે. વેરાવળ-અમદાવાદ સ્પેશ્યલ તા.21 જાન્યુઆરીથી દરરોજ રાત્રે 21.50 વાગ્યે ઉપડીને મધરાત્રે 1.18 વાગ્યે તથા બીજા દિવસે વહેલી સવારે 5.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. વાપસીમાં અમદાવાદ-વેરાવળ સ્પેશ્યલ 22 જાન્યુઆરીથી દરરોજ અમદાવાદથી રાત્રે 22.10 વાગ્યે ઉપડીને રાજકોટ મધરાત્રે 02-05 વાગ્યે તથા બીજા દિવસે સવારે 6 વાગ્યે વેરાવળ પહોંચશે. પોરબંદર-મુઝફફરપુર-પોરબંદર સ્પેશ્યલ ટ્રેન વિવસ્તારમાં બે વખત ઉપડશે. આ ટ્રેન 21 જાન્યુઆરીથી (ગુરુવાર અને શુક્રવારે) પોરબંદરથી સાંજે 19.40 વાગ્યે ઉપડીને રાજકોટ તે જ દિવસે રાત્રે 23.41 વાગ્યે તથા ત્રીજા દિવસે સાંજે 18.09 વાગ્યે મુઝફફરપુર પહોંચશે. વાપસીમાં મુઝફફરપુર-પોરબંદર સ્પેશ્યલ ટ્રેન 24 જાન્યુઆરી (રવિવાર અને સોમવાર) એ મુઝફફરપુરથી બપોરે 15.15 વાગ્યે ઉપડીને ત્રીજા દિવસે સવારે 09.19 વાગ્યે રાજકોટ અને બપોરે 13.45 વાગ્યે પોરબંદર પહોંચશે. ટિકીટનું બુકીંગ 20 જાન્યુઆરીથી થશે. વધુ વિગત માટે યાત્રી www. enquiry. indianrail.gov.in પર સંપર્ક કરવો.