‘તાંડવ’ વિવાદમાં જમણેરી લેખિકા શેફાલીએ પ્રિયંકા ગાંધીને ઘસડી

19 January 2021 05:26 PM
Entertainment Top News
  • ‘તાંડવ’ વિવાદમાં જમણેરી લેખિકા શેફાલીએ પ્રિયંકા ગાંધીને ઘસડી

યુઝરે કટાક્ષ કરતા લેખિકા ભડકી : મોદી રાજમાં પ્રિયંકાને જિન્સ પહેરી બારમાં જવાનો હક નહીં?: શેફાલી

નવી દિલ્હી તા.19
‘તાંડવ’ વેબસીરીઝના વિવાદે આજકાલ વધારે તાંડવ મચાવ્યું છે અને વિરોધીઓ-સમર્થકો સોશ્યલ મીડીયામાં ઉકળાટ ઠાલવી રહ્યા છે ત્યારે જમણેરી લેખિકા શેફાલી વૈદ્યે આ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને ઘસડી છે, આ લેખિકાએ વ્યંગ કરતા લખ્યું છે શું મોદી રાજમાં પ્રિયંકા ગાંધી જીન્સ પહેરીને બારમાં જવાનો હક નથી? ખરેખર તો ‘તાંડવ’ સિરિઝ મામલે વિવાદ નિર્માતાઓએ માફી માંગી હતી. જેના પર શેફાલીએ ટવીટ કર્યું હતું કે આ બેશર્મ માફીને ભુલી જાઓ, એ બતાવો કે હિન્દુ વિરોધી સીરીઝ બાન થશે કે નહીં? શેફાલીની આ ટવીટ પર એક યુઝરે લખ્યું આપ ખુદ જીન્સ પહેરો અને બાર જાઓ, અને પછી સનાતન ધર્મનું જ્ઞાન આપો! આ ટવીટના જવાબમાં શેફાલીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને ઘસડીને લખ્યું- શું મોદી આજના પ્રિયંકા ગાંધીને જિન્સ પહેરીને બાર જવાનો હક નથી? અને ત્યારબાદ દાદીની જૂની સાડી પહેરીને મંદિર દવાનો ઢોંગ કરે તો શું થયું?


Related News

Loading...
Advertisement