લખનઉ તા.19
દેશમાં એમેઝોન પ્રાઈમની તાંડવ ધારાવાહીક મુદે સર્જાયેલા વિવાદમાં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે અભિનેતા સૈફઅલીખાન, નિર્માતા-નિર્દેશક અલી અબ્બાસ ઝફર અને અન્યોને હિન્દુ ધર્મની લાગણી દુભાવવા બદલ કિંમત ચૂકવવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે. એક તરફ ઉતરપ્રદેશ પોલીસ આ અંગે તપાસ કરવા ખાસ ટીમ સાથે મુંબઈ પહોંચી છે અને તે વચ્ચે યોગીના મીડીયા સલાહકાર સૌલભ મણી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે નિર્દેશક અલી અબ્બાસ ઝફર, નિર્માતા હેમાંશુ મેહરા, લેખક ગૌરવ સોલંકી તથા અભિનેતા સૈફઅલીખાન અને હિસાન અયુબ એ સમજી લેવાની જરૂર છે કે હિન્દુ ધર્મની લાગણી સાથે કોઈ ચેડા સ્વીકાર્ય રહેશે નહી.