વિમુંબઇ, તા.19
ભારતીય શેર બજારમાં આજે ઉઘડતા જ જબરી તેજી જોવા મળી રહી છે અને સેન્સેક્સ 915 પોઇન્ટ ઉછળીને 49479 તથા નીફટી 249.59 વધીને 14541 પર પહોંચ્યો છે. એશિયન માર્કેટોમાં ઉછાળાના કારણે ભારતીય શેર બજારોમાં પણ આજ સવારથી જબરી તેજી જોવા મળી છે અને સેન્સેક્સ અને નીફટી બન્ને સતત ગ્રીનમાં રહ્યા હતા. ખાસ કરીને અમેરિકામાં આવતીકાલથી સત્તા પલ્ટો થઇ રહ્યો છે અને તેથી કોઇ સ્થિર નીતિ આવશે તેવી આશા છે. એશિયન માર્કેટોમાં પણ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. અમેરિકાના નવા ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને ગઇકાલે તેમના પ્રથમ પ્રતિભાવમાં અમેરિકાને અર્થતંત્રને વેગ આપવા માટે મોટુ સ્મીયુલેટ પેકેજ આવી રહ્યા હોવાનો સંકેત આપી દીધો હતો અને આજે માર્કેટમાં તેની પણ અસર જોવા મળી છે. બીજી તરફ યુરોપના દેશોએ તેમની બજેટ અને ફીસકાલ ખાદ્યની ચિંતા કર્યા વગર અર્થતંત્રને સતત ટેકો આપવાની જાહેરાત કરી છે અને વધુ નાણા છાપશે તેવી પણ શક્યતા છે. શેર બજારમાં નીફટી 14550 કે 14600એ પ્રતિકારક સપાટી બનાવે અને 14000ની આસપાસ બંધ થાય તેવી શક્યતા છે. આજે નીફટીમાં બજાજ ફીનવેસ્ટ સૌથી ઉછાળે રહ્યો હતો. ટાટા મોટર, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, લાર્સન એન્ડ ટુર્બો, અદાણી પોર્ટમાં પણ તેજી જોવા મળી છે જ્યારે બીજી બાજુ ટેક મહિન્દ્રા, વિપ્રો, બ્રીટાનીયા, ઇન્ડીયન ઓઇલ, આઇટીસીમાં ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનના શેરબજારમાં બાઉન્સ બેકની સ્થિતિ છે.