આગોતરા જામીન અરજી મંજૂર કરવા કે ફગાવવાની કોઇ ફોર્મ્યુલા નથી

19 January 2021 04:59 PM
Ahmedabad Gujarat
  • આગોતરા જામીન અરજી મંજૂર કરવા કે ફગાવવાની કોઇ ફોર્મ્યુલા નથી

ગુજરાત હાઇકોર્ટનું મહત્વનું અવલોકન : પીએસઆઇ શ્વેતા જાડેજા વતી લાંચ સ્વીકારનાર સહ આરોપીના આગોતરા જામીન ફગાવાયા

અમદાવાદ, તા.19
આગોતરા જામીન અરજી સ્વીકારવા કે ફગાવવાની કોઇ ફોર્મ્યુલા નથી પરંતુ દરેક આગોતરા જામીન અરજીના કેસના તથ્યોના આધારે નિર્ણય લેવામાં આવે છે તેમ ગુજરાત હાઇકોર્ટે મહત્વનું અવલોકન પીએસઆઇ શ્ર્વેતા જાડેજાના બનેવી અને લાંચ કેસમાં સહ આરોપી દેવેન્દ્ર ઓડેદરાના જામીન આગોતરા જામીન ફગાવતા કર્યું હતું.
આગોતરા જામીન ફગાવતા હાઇકોર્ટે નોંધ્યું હતું કે આરોપી પ્રથમ દ્રષ્ટિએ ગંભીર ગુનામાં સંડોવાયેલા છે અને તેમણે આંગડિયા મારફતે શ્ર્વેતા જાડેજા વતી લાંચની રકમ સ્વીકારી હોવાનો આક્ષેપ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્ર્વેતા જાડેજા ઉરિયાદને બે કેસમાં પાસા હેઠળ નાખવા માટે રૂા.35 લાખની લાંચ માગી હતી અને દેવેન્દ્ર ઓડેદરાએ આંગડિયા મારફત તે સ્વીકારી હોવાનો આરોપ છે.


Related News

Loading...
Advertisement