મૌની અમાવસ્યા કે માઘ અમાસ્યા ક્યારે છે? જાણો શુભ મુહુર્ત, વ્રત નિયમ અને મહત્વ

19 January 2021 12:30 PM
Dharmik
  • મૌની અમાવસ્યા કે માઘ અમાસ્યા ક્યારે છે? જાણો શુભ મુહુર્ત, વ્રત નિયમ અને મહત્વ

રાજકોટ, 19
હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. માધ માસના કૃષ્ણ પક્ષમાં આવનારી અમાસને માધ અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહે છે. માન્યતા છે કે આ દિવસે માણસે મૌન રહેવું જોઇએ અને પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરવું જોઇએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર મુનિ શબ્દથી મૌનની ઉત્પતિ થઇ છે. એટલા માટે આ દિવસે મૌન રહેનારી વ્યકિતને મુનિ પદની પ્રાપ્તી થઇ જાય છે. માધ માસની અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન પુણ્યનું વિશેષ મહત્વ છે.


શુભ મુહુર્ત
આગામી તા.11મી ફેબ્રુઆરીના બપોરે 1-10-48થી અમાસનો પ્રારંભ તા.12મી ફેબ્રુઆરના 00.37.12 કલાકે અમાસ સમાપ્ત થશે.તા.18-24 જાન્યુઆરીના દિવસોમાં જન્મેલા રાશિવાળા લોકોને મહાલાભ થશે.


માધ અમાવસ્યાનું મહત્વ
શાસ્ત્રોમાં માધ અમાવસ્યાના દિવસે મૌન રહેવાનું વિશેષ મહત્વ બતાવાયું છે. જો મૌન રહેવાનું સંભવ નથી તો માધ અમાવસ્યાના દિવસે અપશબ્દો ન બોલવા જોઇએ. વૈદિક જયોતિષમાં ચંદ્રમાને મૌનનો કારક કહેવામાં આવ્યો છે. અમાસના દિવસે ચંદ્રદેવના દર્શન થતા નથી. એથી મનની સ્થિતિ કમજોર રહે છે. આથી અમાવસ્યાના દિવસે મૌનવ્રત રાખીને મનને સંયમ રાખવાનું વિધાન બતાવાયું છે.
મૌની અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.


વ્રત નિયમ
મૌની અમાવસ્યાના દિવસે સવારે નદી, સરોવર કે પવિત્ર કુંડમાં સ્નાન કરવું જોઇએ. સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવું જોઇએ.આ દિવસે વ્રત રાખીને જ્યાં સુધી સંભવ છે તો મૌન રહેવું જોઇએ. ગરીબ અને ભુખ્યા વ્યકિતને ભોજન અવશ્ય કરાવવું.અનાજ, વસ્ત્ર, તલ, આમળા, કેબલ, પલંગ, ઘી અને ગૌશાળામાં ગાયને ભોજનનું દાન કરવું. જો તમે અમાવસ્યાના દિવસે ગૌદાન, સ્વર્ણદાન કે ભૂમિદાન પણ કરી શકોછો. દરેક અમાવસ્યાની જેમ માધઅમાવસ્યા પર પિતૃઓને યાદ કરવા જોઇએ. આ દિવસે પિતૃતર્પણ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ મળે છે.


Related News

Loading...
Advertisement