કોટ તા.19
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલ સુધી ઠંડીમાં રાહત રહ્યા બાદ આજરોજ ફરી રાજકોટ-નલીયા-ભૂજ-કેશોદ, અમરેલી-ગાંધીનગરમાં સવારનું તાપમાન નીચુ ઉતરતા તિવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. આજે પણ 8.4 ડિગ્રી સાથે નલીયા રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત 9.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડા શહેરોમાં બીજા ક્રમે રહેવા પામ્યુ હતું. તેમજ આજે સવારે ભૂજ અને કેશોદમાં પણ ફરી તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આજે સવારે ભૂજ ખાતે 10.8 ડિગ્રી અને કેશોદ ખાતે 11.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
જયારે, રાજકોટ વાસીઓએ પણ આજે ફરી ટાઢોડુ અનુભવ્યુ હતું. સવારે 74 ટકા ભેજ અને આછેરા ધુમ્મસ વચ્ચે સવારે 12.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.તથા આજે સવારે અમદાવાદ ખાતે 12.3 ડિગ્રી, વડોદરમાં 14.8 ડિગ્રી, સુરતમાં 18 ડિગ્રી, ભાવનગરમાં 15.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તથા પોરબંદરમાં 13.8 ડિગ્રી અને અમરેલી ખાતે 11.3 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ-અમરેલી-કેશોદમાં ગત સપ્તાહ દરમ્યાન ઠંડી સાવ સામાન્ય થઇ જવા પામી હતી અને લઘુતમ તાપમાન 13 થી 15 ડિગ્રી વચ્ચે નોંધાતુ હતું. જો કે આજે ફરી સવારનું તાપમાન ગગડતા લોકોએ તિવ્ર ઠંડી અનુભવી હતી.