નવી દિલ્હી: ભારતમાં કોરોનાના વેકસીનેશનમાં કોવિશિલ્ડ અને કોવિકસીન બન્ને નો ઉપયોગ થઈ રહ્યો છે પણ કોવિકિસન વેકસીન અંગે અવારનવાર પ્રશ્ર્નો સર્જાવા લાગ્યા છે અને આ વેકસીન લેતા પુર્વે લોકોને તે સ્વૈચ્છીક રીતે વેકસીન લે છે અને ખુદની જવાબદારીની લે છે. તેવી બાહેધરી પણ આપવાની હોય છે. આથી વેકસીન અંગે વધુ પ્રશ્ર્નો સર્જાયા છે તે વચ્ચે કોવિકસીનના નિર્માતા કંપની ભારત બાયોટેક એક એડવાઈઝરીથી જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ કમજોર નબળી હોય અને જેમાં અગાઉથી જ કોઈ ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા હોય
તેને કોવિકસીન વેકસીન નહી લેવાની સલાહ આપવામાં આવી છે. ભારત બાયોટેકની આ વેકસીન અંગે મુંબઈ હાઈકોર્ટમાં પણ અરજી થઈ છે અને ત્રીજા માનવ પરીક્ષણ વગર જ વેકસીનનો ઉપયોગની મંજુરી આપવામાં આવી હોવાથી તેની સલામતી અંગે પ્રશ્ર્ન છે અને આ વેકસીનનો ઉપયોગ રોકવા માટે માંગ થઈ છે તે વચ્ચે ભારત બાયોટેકે જે સ્પષ્ટતા કરી છે તેનાથી પ્રશ્નો વધ્યા છે.જેમાં જે લોકોને કેટલાક સમયથી બ્લીડીંગ, એનર્જી, તાવ, બ્લીડીંગ ડક્ષસ ઓર્ડરની ફરિયાદ હોય અને જેનો રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો તમો એ વેકસીનથી દૂર રહે. કંપનીની વેબસાઈટ પર આ માર્ગ રેખા ચૂકવે છે. ઉપરાંત કેમોથેરાપી કરાવનાર કેન્સરના દર્દીઓ એચઆઈવી પોઝીટીવની રોગપ્રતિકારક શક્તિ ઘટી હોય છે.જો કે કંપની કહે છે કે તેની સાઈડ ઈફેકટની સંભાવના ઓછી છે. હજુ પ્રભાવ કેવો થાય છે તેના પર નજર રાખવા માંગે છે.