જીએસટી વસુલાતમાં આડેધડ બેન્ક ખાતા એટેચ કરવા સામે હાઈકોર્ટની લાલઆંખ

19 January 2021 11:31 AM
Business India
  • જીએસટી વસુલાતમાં આડેધડ બેન્ક ખાતા એટેચ કરવા સામે હાઈકોર્ટની લાલઆંખ

નવા ટેક્ષકાયદામાં ‘અધિકારી-રાજ’ જેવી સ્થિતિ પરત આવી:ધારાની કલમ 83નો ખુલ્લેઆમ દૂરઉપયોગ થાય છે: ટેક્ષ વિભાગની આકરી ટીકા: અધિકારીઓ ‘મગજ-વાપરે’: અનેક ચૂકાદા છતા વારંવાર અદાલતોને આ પ્રકારના કેસમાં સમય બગાડવો પડે છે:ચૂકાદાની નકલ- નાણાવિભાગના સચિવ- સીબીડીટીના ચેરમેનને મોકલવા આદેશ: કાનૂનની ધારાના ઉપયોગ અંગે માર્ગરેખા આપવા કડક સૂચના

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં જુલાઈ 2017થી લાગુ થયેલા ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષમાં એક તરફ ઓનલાઈન સીસ્ટમમાં સતત સમસ્યા વારંવાર બદલાતા નિયમો અને જોગવાઈઓ તથા અધિકારી રાજ જેવી સ્થિતિ પર લાલઆંખ કરતા ગુજરાત હાઈકોર્ટે જીએસટી અધિકારીઓને શંકાસ્પદ ટેક્ષ ચોરી સહિતના મુદે જે રીતે વેપારીઓના સ્ટોક અને બન્ક ખાતા એટેચ કરવામાં આવે છે તેની સામે રૂક જાવ કહેતા આ પ્રકારના સાત પગલા ‘મગજનો ઉપયોગ’ કરવાની સલાહ આપી છે.


જીએસટી એકટ હેઠળ સરકારે અધિકારીઓને વ્યાપક સતા આપી છે અને કરચોરીની શંકા પછી દરોડા પાડવામાં આવે છે. ચેકપોષ્ટ પર માલની અવરજવર રોકવામાં આવે છે અને જેને પેઢી, વ્યક્તિના બેન્ક ખાતા પણ એટેચ કરવામાં આવે છે અને લાંબા સમય સુધી માલ સ્ટોક અને બેન્ક ખાતા એટેચ રહેતા વેપારી વર્ગ માટે મુશ્કેલી સર્જાય છે. હાઈકોર્ટે સમક્ષ આવેલા આ પ્રકારના અસંખ્ય કેસો હાઈકોર્ટ સમક્ષ આવતા સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કોઈપણ માલસ્ટોક કે બેન્ક ખાતા એટેચ કરતા પુર્વે તમામ કાળજી લેવાય તે જરૂરી છે. હાઈકોર્ટે જણાવ્યું કે અમો એ સતત નોંધ્યું છે કે જીએસટી એકટની કલમ 67ના ઉપયોગ સમયે કલમ 83 હેઠળ બેન્ક ખાતાઓ એટેચ કરવામાં આવે છે. આ એક યંત્રવત જેવી કામગરી બની ગઈ છે અને તેમાં સતાના દૂરઉપયોગની પણ શકયતા રહે છે. આ કોઈ પ્રશંસનીય કાર્યવાહં નથી. જયારે આ કાનૂનમાં બેન્ક ખાતા કે સ્ટોક એટેચ કરવાની સતા આપવામાં આવી તો તે સમયે અપેક્ષા હતી કે આ સતાનો યોગ્ય વિચારણા બાદ જ અમલ કરાશે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાની ખંડપીઠે આ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું. જો આ પ્રકારની સ્થિતિની સતત અને રોજબરોજ ઉપયોગ કરવામાં આવે તો તેનાથી કાનૂનની પણ મજબૂતાઈ ઘડાશે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે કલમ 83ના ઉપયોગ અંગે અનેક મહત્વપૂર્ણ ચૂકાદા આપવામાં આવ્યા છે તેને પણ ધ્યાનમાં લેવાતા નથી.


જીએસટી ધારાની કલમ 83નો પ્રશ્ર્ન જ વિચારણા બાદ જ ઉપયોગ થવો જોઈએ. જયારે કાનૂન બહું સ્પષ્ટતાથી ઘડવામાં આવ્યા છે તે સમયે આ પ્રકારે સતત ન્યાયિક બાબતો એ સંસદનો બગાડ છે. હાઈકોર્ટે કેન્દ્રના નાણાવિભાગ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષ સહિતના સંબંધીતોને આ ચૂકાદાની નકલ મોકલવા કોર્ટે રજીસ્ટ્રીને સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે અમો ઈચ્છીએ છીએ કે સીબીડીટી- ચેરમેન આ ચૂકાદો વાંચે અને તે બાદ સંબંધીત અધિકારીઓને માર્ગરેખા જારી કરે જેની જીએસટી એકટની કલમ 80ના ઉપયોગમા મર્યાદા આવી શકશે.અમદાવાદની એક પેઢી પરની જીએસટી કાર્યવાહીની રીટ સમયે આ ટીપ્પણી થઈ હતી. જીએસટીની ફલાઈંગ સ્કવોડ દ્વારા ઓગષ્ટ 2020ના આ પેઢીની તમામ સ્થળે જ તેના બેન્ક ખાતા એટેચ કરી દીધા હતા. હાઈકોર્ટે જણાવ્યું કે આ પ્રકારના પગલા પુર્વે અધિકારીઓ કોઈ વિચાર્યુ ન હતું. એસેસમેન્ટ જ થયું નથી ત્યાં ડીમાન્ડ નોટીસ સહિતની કાર્યવાહી આશ્ર્ચર્યજનક છે અને સરકારની વસુલાત માટે બેન્ક ખાતા આ રીતે એટેચ કરવા તદન ગેરકાનૂની છે.


Related News

Loading...
Advertisement