ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ટોબેકો ટાસ્ક ફોર્સની રેડ

19 January 2021 11:21 AM
Botad
  • ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ટોબેકો ટાસ્ક ફોર્સની રેડ
  • ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ટોબેકો ટાસ્ક ફોર્સની રેડ

બોટાદ તા.19
બોટાદ જિલ્લામાં સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ક્લેકટર વિશાલ ગુપ્તા તેમજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી નારાયણસિંગ સાંદુની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે.તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ (કોટપા-2003)નું સધન અમલીકરણ થાય તે હેતુથી તાલુકા ટાસ્ક ફોર્સ સ્ક્વોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.કનોરીયાના માર્ગદર્શન અને એપીડેમીક મેડીકલ ઓફિસર ડો.આર.આર.ચૌહાણના મોનીટરીંગ નીચે તા.18ના રોજ સવારે 11 કલાકથી ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી 15 જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.5100/-નો દંડ વસુલ કરવામાં આવેલ હતો.જેમાં વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે અને 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુ નું વેચાણ એ દંડનીય ગુનો છે અને સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે. એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય -વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ.બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર 85 ટકા ભાગમાં તમાકુ જીવલેણ છે.તમાકુના સેવનથી કેન્સર થાય છે.તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ અને ઇ-સિગારેટ પ્રતિબંધ જેવી બાબતો આવરી લેવામાં આવી હતી.આ કામગીરીમાં એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.આર આર ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. એસ.એસ.પ્રસાદ,ટી.એફ.ઓ. કલ્પેશભાઈ સાંકળીયા,ટી.પી.એ. મેહુલભાઈ દવે ,અને પોલીસ વિભાગના અધિકારી પી.એસ.આઇ વાળા અને એ.એસ.આઇ ભગીરથ સિંહ બી.ગોહીલ, એસ.ટી.વિભાગ ડેપો મેનેજર પટેલ સાહેબ અને દિગ્વિજયસિંહ ચુડાસમા દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈ પૂર્વક કરવામાં આવી હતી.


Loading...
Advertisement