આજે વેબસિરીઝ ‘તાંડવ’ના ડાયરેક્ટર સહિતનાઓની પૂછપરછ: ધરપકડના ભણકારા

19 January 2021 11:12 AM
Entertainment Top News
  • આજે વેબસિરીઝ ‘તાંડવ’ના ડાયરેક્ટર સહિતનાઓની પૂછપરછ: ધરપકડના ભણકારા

જો આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાશે તો ઉંમરકેદ સુધીની થઈ શકે સજા

મુંબઈ, તા.19
‘તાંડવ’ વેબસિરીઝમાં સાંપ્રદાયિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને અન્ય અશોભનીય વાતોને કારણે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પોલીસે હવે સખત વલણ અપનાવ્યું છે. તંત્રના આદેશ બાદ આ મામલે ફરિયાદ નોંધાયા બાદ એક ટીમ કાર્યવાહી માટે મુંબઈ પહોંચી ગઈ છે અને આરોપી ડાયરેક્ટર અલી અબ્બાસ જફર, ડાયરેક્ટર હિમાંશુ કૃષ્ણ મેહરા, લેખક ગૌરવ સોલંકી અને અમેઝોન પ્રાઈમના ઓરિજનલ ક્ધટેન્ટ ઈન્ડિયા હેડ અપર્ણા પુરોહિતની પૂછપરછ કરશે.


આ મામલાએ જોર પકડ્યા બાદ ટોચના અધિકારીઓએ વેબસિરીઝ જોઈ હતી અને પછી આ મામલે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદથી જ ઈન્સ્પેક્ટર અમરનાથ યાદવે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આજે પોલીસ આ મુદ્દે જવાબદાર લોકોની પૂછપરછ કરશે અને જો જરૂર પડશે તો ધરપકડ પણ કરી લેવામાં આવશે.આઈટી એક્ટની કલમ હેઠળ જો ધરપકડ થાય તો ઉંમરકેદ સુધીની સજા થઈ શકે છે. બીજી બાજુ પોલીસ અધિકારીઓ આ વિશે વધુ કશું કહી રહ્યા નથી.

અલ્લાહની મજાક ઉડાડવાની હિંમત છે ? અલી અબ્બાસ ઝફર પર કંગનાનો ગુસ્સો ફૂટ્યો
વેબસિરીઝ તાંડવને લઈને દેશભરમાં તાંડવ ચાલી રહ્યું છે. એક દૃશ્યને લઈને શરૂ થયેલા વિવાદના મામલે નિર્માતાઓ પર ફરિયાદ નોંધાઈ છે સાથે સાથે ચારેય બાજુથી ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ નેતા કપિલ મિશ્રાના ટવીટને શેયર કરીને કંગના રનૌતે લખ્યું છે શું અલી અબ્બાસ જફરમાં અલ્લાહની મજાક ઉડાડવાની હિંમત છે ? જો તે આવું કરશું તો સીધું તેનું ગળું જ કાપી નાખવામાં આવશે અને પછી એ મોતને અન્ય રીતે ખપાવી પણ દેવામાં આવશે. આ પહેલાં કપિલ મિશ્રાએ અલી અબ્બાસ ઝફરને એવું કહ્યું હતું કે ક્યારેક તમારા ધર્મ ઉપર ફિલ્મ બનાવીને માફી માંગો પછી તમને ખબર પડશે કેવી હાલત થાય છે. આવું અમારા ધર્મ સાથે જ શા માટે કરો છો ?

લાગણી દુભાવવા બદલ ‘તાંડવ’ની ટીમે માફી માંગી
તાંડવ વેબસિરીઝને લઈને તેના નિર્માતાઓએ માફી માંગી લીધી છે. નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે વેબસિરીઝના કલાકારો અને ક્રૂ મેમ્બર્સનો હેતુ કોઈ વ્યક્તિ, જાતિ, સંપ્રદાય, વંશ, ધર્મ સહિતના કોઈની લાગણી દુભાવવાનો નહોતો. આમ છતાં જો કોઈ સંસ્થા, રાજકીય પક્ષ અથવા કોઈ જીવિત કે મૃત વ્યક્તિના સન્માનને ઠેસ પહોંચી હોય તો અમે માફી માંગીએ છીએ. દરમિયાન ભાજપ સહિત અનેક રાજકીય પક્ષોએ આ વેબસિરીઝનો વિરોધ કર્યા છે.


Related News

Loading...
Advertisement