સૌરાષ્ટ્રમાં કોરોના હાંફી ગયો : નવા 114 કેસ સામે 146 ડિસ્ચાર્જ

19 January 2021 10:54 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં કોરોના હાંફી ગયો : નવા 114 કેસ સામે 146 ડિસ્ચાર્જ

રાજકોટ 73 અને જૂનાગઢ 13 સિવાય અન્ય જિલ્લામાં સિંગલ આંક : જામનગર 7 અને ભાવનગર 3 કેસ : પોરબંદર-સુરેન્દ્રનગર-બોટાદમાં રાહત

રાજકોટ તા.19
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના વેકસીનના આગમન સાથે કોરોના વાયરસના વળતા પાણી થયા છે. એક સમયે રાજકોટ જિલ્લામાં નોંધાતા રોજીંદા આંક હવે સૌરાષ્ટ્રનો કુલ આંક બની રહેતા આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રભરમાં 114 પોઝીટીવ કેસ સામે 146 દર્દીઓ સ્વસ્થ થયા છે.


રાજકોટ જિલ્લા 59 શહેર 14 ગ્રામ્ય કુલ 73, જામનગર 4 શહેર 3 ગ્રામ્ય કુલ 7, જુનાગઢ 3 શહેર 10 ગ્રામ્ય કુલ 13, ભાવનગર 2 શહેર 1 ગ્રામ્ય કુલ 3, મોરબી 6, ગીર સોમનાથ 4 , અમરેલી-દ્વારકા 3-3, પોરબંદર-સુરેન્દ્રનગર 1-1 કુલ 114 પોઝીટીવ કેસ નોંધાયા છે.


જયારે દર્દીઓ સ્વસ્થ થયાની સંખ્યા રાજકોટ 8, જામનગર 12, જૂનાગઢ 21, ભાવનગર-6, મોરબી-4, ગીર સોમનાથ પ, અમરેલી 6, દ્વારકા-બોટાદ 2-2, સુરેન્દ્રનગર 4, કુલ 146 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કચ્છમાં વધુ નવા 13 પોઝીટીવ કેસ સામે 17 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ 4 અને જામનગર 3 દર્દીનાં મોત થયા છે. રાજયમાં નવા 495 પોઝીટીવ કેસ સામે 700 દર્દીઓ સાજા થયા છે. રાજયનો પોઝીટીવ રેઇટ 9પ.88 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડા સાથે હજુ સંક્રમણ સંપૂર્ણપણે નાબુદ થયુ નથી. કોરોના વેકસીન રસીકરણ સાથે હજુ રાત્રી કર્ફયુ અમલી છે. રાજકોટ જિલ્લામાં વધુ નવા 73 પોઝીટીવ કેસ સામે 8 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ શહેરમાં નવા 59 દર્દીઓ સાથે શહેરનો કુલ આંક 14716 નોંધાયો છે. જયારે જિલ્લાનો કુલ આંક 21350 નોંધાયો છે. હાલ 405 શહેર અને 182 ગ્રામ્ય સહિત 587 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં વધુ 4 દર્દીનાં મોત થયા છે.


ભાવનગર
ભાવનગરમાં આજરોજ 3 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 5.993 થઇ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 2 પુરૂષ મળી કુલ 2 કેસ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં તળાજા તાલુકાનાં મણાર ગામ ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના 3 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 4 દર્દી કોરોના મુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ 5892 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લામાં 69 દર્દીઓના મોત થઇ ચુકયા છે.


અમરેલી
અમરેલી જિલ્લામાં વધુ ત્રણ નવા કેસ સામે છ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હાલ 35 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લાનો કુલ આંક 3774 નોંધાયો છે.


જુનાગઢ જિલ્લામાં કોરોના કેસના આંકડા છુપાવવાની તંત્રની પોલ ખુલી; લોકોને આંકડા પરથી ભરોસો ઉઠી ગયો


24 કલાકમાં કુલ 13 પોઝિટીવ આંક: કેશોદ ક્ધયા વિદ્યાલયમાં 11 કેસ જગ જાહેર છતાં તંત્રએ માત્ર 6 કેસ જ દર્શાવાયા

જૂનાગઢ, તા.19
જૂનાગઢ અને જીલ્લામાં જ્યારથી કોરોના મહામારીની શરૂઆત થઇ ત્યારથી કોરોના પોઝીટીવના આંકડા ખોટા જાહેર કરે છે અને ઓછા બતાવવાનું શરૂ કર્યુ હતું ત્યારથી તંત્ર શંકાની પરિધમાં રહ્યું છે. સરકારી તંત્ર કોના ઇશારે શા માટે સાચા આંકડાને બતાવી શકતા નથી. ખુબ જ ઓછી સંખ્યા જાહેર કરે છે. મૃત્યુ આંકડામાં તો આંકડા છુપાવવાના પ્રયાસો ખુલ્લા પડી ગયા હતા છતાં તંત્રએ તેનો લુલો બચાવ કરતું આવ્યું છે અને તેની પોલ ખુલ્લી પડી જવા પામી છે.


આ ભુજની પરંપરા ચાલુ હોય તેવી રીતે ગઇકાલે જુનાગઢ જીલ્લામાં માત્ર 13 જ કોરોના પોઝીટીવ કેસ હોવાનું જાહેર કર્યું ત્યારે એકલા કેશોદની ક્ધયા વિદ્યાલયમાં જ 11 વિદ્યાર્થીનીઓને રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેની સામે કેશોદ તાલુકામાં માત્ર 6 કેસો પોઝીટીવ બતાવ્યા છે તંત્ર આંકડા છુપાવી શા માટે રહ્યું છે? તે પ્રશ્ર્ન લાંબા સમયથી ઉઠવા પામ્યો છે. તંત્ર આંકડા જાહેર કરે છે પરંતુ લોકોનો તેના પરથી વિશ્ર્વાસ ઉઠી જવા પામ્યો છે.ગઇકાલના જીલ્લામાં જાહેર કરાયેલા કુલ 13 કોરોના પોઝીટીવમાં જુનાગઢ સીટીમાં 3, કેશોદ તાલુકામાં 6, મેંદરડા તાલુકાના 2, ભેંસાણ અને માણાવદર તાલુકામાં એક-એક કોરોના પોઝીટીવ નોંધાયા છે જ્યારે કેશોદની શાળામાં જ 11 કોરોના પોઝીટીવ નોંધાયા છે તે હકીકત સામે છે જ.


Related News

Loading...
Advertisement